Vishabd | PM કિસાન યોજનાના 23 માં હપ્તાની કરાઇ જાહેરાત PM કિસાન યોજનાના 23 માં હપ્તાની કરાઇ જાહેરાત - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
PM કિસાન યોજનાના 23 માં હપ્તાની કરાઇ જાહેરાત

PM કિસાન યોજનાના 23 માં હપ્તાની કરાઇ જાહેરાત

Team Vishabd by: Vishabd | 10:34 PM , 16 June, 2026
Whatsapp Group

23rd instalment of pm-kishan:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23માં હપ્તા ની લાંબા સમયથી રાહ જોઇ રહેલા ખેડૂતને ખુશ ખબર મળી ગઈ છે. પીએમ કિસાન યોજનાના સતાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'x' (twiter) પર તારીખની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂન 2026 ના રોજ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કરશે.

       દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ હપ્તા દ્વારા પાત્ર ખેડૂતોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા રૂ. ૨,૦૦૦ સીધા આપવામાં

આ હપ્તો મેળવવા માટે નીચેની બાબતો ખાસ ચકાસી લો:

  •     e-KYC: e-KYC પૂર્ણ કર્યા વિના હપ્તાના પૈસા ખાતામાં જમા નહીં થાય. 
  •     બેંક એકાઉન્ટ લિંકિંગ: તમારું બેંક એકાઉન્ટ આધાર (Aadhaar) સાથે લિંક અને એન.પી.સી.આઈ. (NPCI) સીડેડ હોવું ફરજિયાત છે.

હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું:

  1.     PM KISAN Official Portal ની મુલાકાત લો
  2.     Farmers' Corner' માં જઈને ' Your Status' પર ક્લિક કરો.
  3.    તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર દાખલ કરી તમારું પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકો છો.

જો તમને પૈસા મેળવવામાં કે e-KYC કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય, તો તમે PM KISAN Official Portal ના હેલ્પડેસ્ક અથવા નજીકના સી.એસ.સી. (CSC) કેન્દ્ર પર જઈ બાયોમેટ્રિક (Biometric) ઈ-કેવાયસી કરાવી શકો છો


Whatsapp Group
સબંધિત પોસ્ટ