Vishabd | પોસ્ટ ઓફિસની આ સ્કીમ,જેમાં તમને મળશે બેંક Fd કરતા વધુ વ્યાજ પોસ્ટ ઓફિસની આ સ્કીમ,જેમાં તમને મળશે બેંક Fd કરતા વધુ વ્યાજ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
પોસ્ટ ઓફિસની આ સ્કીમ,જેમાં તમને મળશે બેંક Fd કરતા વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસની આ સ્કીમ,જેમાં તમને મળશે બેંક Fd કરતા વધુ વ્યાજ

Team Vishabd by: Vishabd | 10:37 PM , 04 July, 2026
Whatsapp Group

Post Office Senior Citizen Savings Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ,જેમાં તમને મળશે બેંક Fd કરતા વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા દેશના તમામ વર્ગો માટે અવારનવાર અવનવી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે. સગીર વયના બાળકોથી લઈને નિવૃત્ત (Retired) થતા વરિષ્ઠ નાગરિકો પણ આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસમાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેવાની સાથે જ શાનદાર વળતર (Returns) પણ મળે છે. વરિષ્ઠ નાગરિકોને નિયમિત આવક પૂરી પાડવા માટે સરકાર દ્વારા એક ખાસ યોજના ચલાવવામાં આવે છે.

આ યોજનાનું નામ છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Post Office Senior Citizen Savings Scheme)છે.

બેંક FD કરતાં વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ પર રોકાણકારો સૌથી વધુ ભરોસો કરે છે, કારણ કે આ એક ઝીરો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. આનું મુખ્ય કારણ એ છે કે આ યોજનામાં તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ ભારત સરકાર આપે છે. આ યોજનામાં સામાન્ય બેંક એફડી (Bank FD) કરતાં પણ ઘણું વધારે વ્યાજ અને વળતર મળે છે.

ઓછા રોકાણથી શરૂઆત 

આ સરકારી યોજનામાં રોકાણની શરૂઆત માત્ર 1000 રૂપિયાથી કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા સુધીની છે. એટલે કે, એકવાર મોટું રોકાણ કર્યા પછી તમારી નિયમિત માસિક આવક શરૂ થઈ જાય છે.

5 વર્ષનો કાર્યકાળ 

પોસ્ટ ઓફિસની આ સ્કીમનો લોક-ઈન પીરિયડ એટલે કે મેચ્યોરિટી સમયગાળો 5 વર્ષનો રાખવામાં આવ્યો છે. આ સ્કીમના તમામ લાભો ખાતાધારકને ત્યારે જ મળે છે જ્યારે તે પૂરા 5 વર્ષ સુધી રોકાણ જાળવી રાખે. આ સરકારી યોજના હેઠળ મળતા વ્યાજની રકમ દર ત્રણ મહિને ખાતાધારકના ખાતામાં જમા કરવામાં આવે છે. જો કોઈ ખાતાધારક સમય મર્યાદા પહેલા ખાતું બંધ કરવા માંગે છે, તો નિયમો અનુસાર તેને દંડ ચૂકવવી પડશે. 

દર મહિને કેવી રીતે થશે કમાણી?

આ યોજનામાં રોકાણ કરવાથી દર ત્રણ મહિને 61,500 રુપિયાની ઇનકમ ખાતરી કેવી રીતે મળી શકે છે. પહેલા એ જાણી લો કે, Post Office સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ, વ્યક્તિ એક જ ખાતા દ્વારા મહત્તમ 15 લાખ અને સંયુક્ત ખાતા દ્વારા 30 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ 30 લાખ રૂપિયા જમા કરાવે છે, તો તેને પાંચ વર્ષ સુધી 8.2 ટકા વ્યાજ દરે વ્યાજ મળતું રહેશે, જે 2.46 લાખ રૂપિયા થાય છે. આ સરકારી યોજનામાં દર ત્રણ મહિને વ્યાજની કમાણી ચૂકવવાની જોગવાઈ છે. આવો ગણતરીઓ સમજીએ.... વર્ષનું વ્યાજ અને કમાણી: ₹30,00,000 નું 8.2% = ₹2,46,000 , 3 મહિનાનું વ્યાજ અને કમાણી: ₹2,46,000/4 = ₹61,500, મહિનાનું વ્યાજ અને કમાણી: ₹2,46,000/3 = ₹20,500

વ્યાજ દરમાં નહીવત ફેરફાર 

પ્રારંભિક રોકાણ સમયે લાગુ પડતો વ્યાજ દર સમગ્ર મેચ્યોરિટી પીરિયડ ટેક્સ તે જ દરથી વ્યાજ મળે છે. ભલે સરકાર તેની ત્રિમાસિક દરમિયાન દરોમાં સુધારો કરે તો પણ ખાતાધારક આ જ દરે વ્યાજ મેળવતો રહે છે. પછી ભલે તે ઉપર હોય કે નીચે. તમે નજીકના કોઈપણ પોસ્ટ ઓફિસમાં સરળતાથી SCSS ખાતું ખોલી શકો છો. તેમાં મેચ્યોરિટી પહેલાં ખાતાધારકનું મૃત્યુ થાય તો, ખાતું બંધ કરવામાં આવે છે, અને સંપૂર્ણ સંચિત રકમ ખાતાના રેકોર્ડમાં નિયુક્ત નોમિનીને સોંપવામાં આવે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ