Vishabd | પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ

પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ

Team Vishabd by: Akash | 06:41 PM , 04 February, 2025
Whatsapp Group

PM Research Fellowship Scheme : PM રિસર્ચ ફેલોશિપ યોજના ભારતમાં ડોક્ટરલ સંશોધન માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી રીસર્ચ ફેલોશિપ આપવાની યોજના છે. બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાની ઘોષણા કરી છે.

પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના યોજના તમામ IIT અને IISER, IISc એટલે કે ટોચની કેન્દ્રીય યુનિવર્સિટીઓ / NIT માં ઓફર કરવામાં આવી રહી છે જે વિજ્ઞાન અને / અથવા ટેકનોલોજી ડિગ્રીઓ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના - PM Research Fellowship Scheme

તાજેતરમાં, આ યોજના દેશની તમામ માન્ય સંસ્થાઓ / યુનિવર્સિટીઓના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ (CFTIs) સાથે સંલગ્ન સંસ્થાઓમાં M.Tech કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને રૂ.12,400ની માસિક ફેલોશિપ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ઘણા લાભ મળે છે. તેમને ડાયરેક્ટ IITs, IISC અને IISERsના પીએચડી અભ્યાસોમાં એડમિશન મળે છે. પહેલા અને બીજા વર્ષમાં ઉમેદવારોને દર મહિને રૂ.70 હજાર રકમ મળે છે. ત્રીજા વર્ષમાં આ રકમ વધીને રૂ.75 હજાર રૂપિયા થાય છે. ચોથા અને પાંચમાં વર્ષમાં આ રકમ વધીને રૂ.80 સુધી થઇ જાય છે.

PM રિસર્ચ ફેલોશિપ યોજના માટે કોણ પાત્ર છે? - PM Research Fellowship Scheme

આ ઉમેદવારોએ સંબંધિત GATE વિષયમાં ઓછામાં ઓછા 650 સ્કોર ઉપરાંત ઓછામાં ઓછા 8 CGPA અથવા તેની સમકક્ષ ગુણ મેળવ્યો હોવો જોઈએ, અથવા UGC/CSIR JRF રેન્ક 100 કે તેથી ઓછો હોવો જોઈએ, અથવા NBHM ફેલોશિપ ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ.

PM રિસર્ચ ફેલોશિપ યોજનામાં કેટલી રકમ મળે છે?

  • પ્રથમ વર્ષ – દર મહિને રૂ.70,000
  • બીજા વર્ષ – દર મહિને રૂ.70,000
  • ત્રીજું વર્ષ – દર મહિને રૂ.75,000
  • ચોથું વર્ષ – દર મહિને રૂ.80,000
  • પાંચમું વર્ષ – દર મહિને રૂ.80,000

દરેક વિદ્યાર્થીને પ્રતિ વર્ષ રૂ.2 લાખ (પાંચ વર્ષ માટે રૂ.10 લાખ સુધી)ની રિસર્ચ ગ્રાન્ટ પણ મળે છે.

આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ 10,000 ફેલોશિપ આપવામાં આવશે. પ્રધાનમંત્રી રીસર્ચ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ, સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટેક્નોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરવા માગતા પાત્ર ઉમેદવારોને લાભ આપવાનું લક્ષ્ય રાખે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ