Vishabd | સોલાર રૂફટોપ યોજના 2023: 25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે સોલાર રૂફટોપ યોજના 2023: 25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે - Vishabd
Vishabd
Whatsapp Group Join
સોલાર રૂફટોપ યોજના 2023: 25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે

સોલાર રૂફટોપ યોજના 2023: 25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે

Team Vishabd by: Majaal | 03:21 PM , 19 June, 2023
Whatsapp Group

લાઇટ બીલની ઝંંઝટ માથી મુક્તિ અપાવે તેવી સરકારની એક યોજના સોલાર રૂફટોપ યોજના 2023 ની માહિતી આજે આપણે મેળવીશુ. ગુજરાત સરકારે વર્ષ 2009 માં સૌર ઊર્જા નીતિ અમલમાં મૂકી હતી.સૌર ઊર્જા નીતિ ના ભાગ રૂપે રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી છે. આ યોજના મા હવે તમારી છત પર જ વિજળી ઉત્પન્ન થશે અને લાઇટબીલ આવશે ઝીરો. ચાલો જાણીએ સોલાર રૂફટોપ યોજના 2023 યોજના વિશે.

સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.

સોલાર રૂફટોપ યોજના 2023 ના લાભો જાણો
સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.

ગુજરાત સોલાર રૂફટોપ યોજના માટે જરૂરી દસ્તાવેજ
નવીનતમ વીજ બિલની નકલ.
નવીનતમ મ્યુનિસિપાલિટી ટેક્સ અથવા ઇન્ડેક્સ-2 ની નકલ.
આધાર કાર્ડની નકલ.
પાન કાર્ડની નકલ.
પાસપોર્ટ સાઈઝ ફોટો-3 નકલ.
સંપર્ક નંબર.

સોલાર રૂફટોપ યોજના 2023 ઓનલાઈન અરજી કરો
સોલાર રૂફ ટોપ યોજનાના ઓનલાઈન ફોર્મ માટે રાજ્ય સરકાર ની વેબસાઈટ www.suryagujarat.guvnl.in અથવા કેન્દ્ર સરકાર ની વેબસાઈટ www.solarrooftop.gov.in પર જઈને એપ્લાય કરી શકાશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ માટે સંબંધિત ડિસ્કોમને ઓનલાઈન મોકલવામાં આવશે.
ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડર ના માધ્યમથી રૂફ ટોપ સોલાર લગાવો.
રૂફટોપ લગાવ્યા પછી તેનું વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો.
સંબંધિત ડિસ્કોમ પ્લાન્ટ ની તપાસ બાદ નેટ મીટર લગાવશે અને પોર્ટલ પર અપલોડ કરશે.
નેટ મીટર લાગ્યા પછી ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને તેમના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ તથા કેન્સલ કરેલ ચેકની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તાના ખાતામાં કામકાજ ના 30 દિવસમાં ખાતામાં જમા કરવામાં આવશે.
પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.

સોલાર રૂફ ટોપ યોજના હેલ્પલાઇન નંબર
સોલાર રૂફ ટોપ યોજના વિશે કોઈપણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર: 1800 180 3333 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા ઓફિશિયલ ઈમેલ id પર info.suryagujarat@ahasolar.in પર મેલ કરીને માહિતી મેળવી શકો છો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ