Vishabd | Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના શું છે? શું લાભ આપવામાં આવે છે? અરજી કેવી રીતે કરવાની રહેશે? Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના શું છે? શું લાભ આપવામાં આવે છે? અરજી કેવી રીતે કરવાની રહેશે? - Vishabd
Vishabd
Whatsapp Group Join
Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના શું છે? શું લાભ આપવામાં આવે છે? અરજી કેવી રીતે કરવાની રહેશે?

Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના શું છે? શું લાભ આપવામાં આવે છે? અરજી કેવી રીતે કરવાની રહેશે?

Team Vishabd by: Akash | 05:43 PM , 07 December, 2023
Whatsapp Group

Tar Fencing Yojana 2023

આ યોજના હેઠળ ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના માટે યોજના બનાવેલ છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સીંગ યોજના ૨૦૨૩ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે. તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્‍યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે.

ખેડૂતો હવે 5 હેકટર જમીનના બદલે હવે 2 હેકટર વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. પહેલા ઓછામાં ઓછા 5 હેકટર વિસ્તારમા કંટાળા તાર ફેનસિંગ માટેની મજૂરી મળતી હતી. આ યોજનમાં ફેરફાર બાદ હવે મહત્તમ બે હેકટર વિસ્તાર માટે પણ યોજનાનો લાભ લઈ શકાશે. સીમાંત અને નાના ખેડૂતોને ધ્યાને રાખીને યોજનાની હેકટર મર્યાદા ઓછી કરવામાં આવી છે.

Important Point

યોજનાનું નામTar Fencing Yojana
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમ– આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/ 

સહાયની રકમ – આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ 

તાર ફેન્સીંગ યોજનાનો હેતુ 

રાજ્યના ખેડૂતો માટે અઢળક યોજનાઓ બનાવેલ છે. ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના 2023 ખેડૂતો માટેની જ યોજના છે. તાર ફેન્સીંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ, ડુક્કર અને નીલ ગાય, હરણ થી બચાવવાનો છે, જેથી આ પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

તાર ફેન્સીંગ યોજનાના ફાયદા (Benefits)

આ યોજના હેઠળ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે. ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

Tar Fencing Yojana માટેની પાત્રતા

આ યોજના વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાંકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

• આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળશે.

• ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

• 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.

• આધારકાર્ડ ધરાવતા હોય એમને લાભ મળશે.

• ખેડૂતો 7/12 અને 8-A નો વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.

તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોઓએ નીચે મુજબના ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

• ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક

• 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ

• બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક

• આધારકાર્ડની નકલ

• કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક

• ડિમાર્ક્શન વાળો નકશો

વાયર ફેન્સીંગ સ્કીમ 2023 માટે સ્પેશીફિકેશન

પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્‍સીંગ બનાવવાની યોજના અન્‍વયે તારના ફેન્‍સીંગ અને માલ-મટીરીયલ્સના સ્પેસિફિકેશન નીચે મુજબ આપેલ છે. 

• થાંભલા ઉભા કરવા માટે ખાડાનું માપ 0.40 મીટર પહોળાઈ * 0.40 મીટર લંબાઈ * 0.60 મીટર ઉંડાઈ હોવી જરૂરી છે.

• થાંભલાની સાઈઝ 2.50 મીટર ઉંડાઈ * 0.10 મીટર જાડાઈ * 0.10 મીટર પહોળાઈ હોવી જોઈએ.

• બે થાંભલા વચ્ચેનું વધુમાં વધ અંતર 3.00 મીટર જોઈએ.

• દર 15.00 મીટરે સહાયક થાંભલા બન્ને બાજુ મૂકવાના રહેશે, તેનું માપ/ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે. 

• થાંભલાના પાયામાં સિમેન્‍ટ કોંક્રીટથી પુરાણ કરવાનું રહેશે.

• કાંટાળા તાર માટેના લાઈન વાયર તથા પોઈન્‍ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.50 એમ.એમ રહેશે.

• કાંટાળા તાર આઈ.એસ.આઈ માર્કા વાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને જી.આઈ.કોટેડ હોવા જોઈએ.

• વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઈનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે.

• લોખંડની જાળીને યોગ્ય ઉંડાઈ સુધી જમીનમાં પણ દબાવાની રહેશે. જાળીની ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 0.92 મીટર તથા જાળીના વાયરનો વ્યાસ 3.2 એમ.એમ તેમજ મેશ સાઈઝ 100 એમ.એમ * 100 એમ.એમ સુધી રાખી શકાશે.

• તાર ફેન્‍સિંગના વિકલ્પે ઓછામાં ઓછા સેકન્‍ડ ગ્રેડ બેલાની દિવાલ બનાવી શકાશે. દિવાલની જમીનમાં ઊંડાઈ 0.6 મીટર * પહોળાઈ 0.23 મીટર * ઊંચાઈ ગ્રાઉન્‍ડ લેવલથી 2.0 મીટર હોવી જોઈએ.

• જ્યારે બેલાની સાઈઝ 0.18 * પહોળાઈ 0.23 * લંબાઈ 0.38 મીટર વોઈડ સાથે અથવા વોઈડ વગર પણ રાખી શકાશે.

તાર ફેન્સીંગ યોજનાની ઓનલાઈન અરજી ઝોન વાઈઝ કરવાની રહેશે..


ખેડૂતો ઑનલાઇન અરજી કરી શકશે. જેના માટે કૃષિ વિભાગ દ્વારા ઝોન વાઈઝ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

ક્રમ તારીખ ઝોન સમાવેશ થયેલા જિલ્લાઓનું નામ

ક્રમ

તારીખ

ઝોન

સમાવેશ થયેલા જિલ્લાઓનું નામ

1

08/12/2023

અમદાવાદ

અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર (કુલ 4 જિલ્લાઓ)

2

08/12/2023

જુનાગઢ

જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી,પોરબંદર, ભાવનગર,બોટાદ (કુલ 6 જિલ્લાઓ)

3

10/12/2023

મહેસાણા

મહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી (કુલ 5 જિલ્લાઓ)

4

10/12/2023

રાજકોટ

રાજકોટ,મોરબી,જામનગર,દેવભૂમિ દ્વારકા,સુરેન્દ્રનગર અને કચ્છ  (કુલ 6 જિલ્લાઓ)

5

12/12/2023

સુરત

સુરત,તાપી,નવસારી,વલસાડ,ડાંગ (કુલ 5 જિલ્લાઓ)

How to Online Apply | તાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે અરજી કરવી?’

તાર ફેન્‍સિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

• સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.

• જે રિઝલ્ટ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

• આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.

• જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.

• “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.

• જેમાં “Tar Fencing Yojana 2023” માં પર ક્લિક કરવાની રહેશે.

• જેમાં તાર ફેન્‍સીંગ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.

Application Form


• હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.

• અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારઆધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

• જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર રજીસ્ટર કરેલું નથી

• ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.

• લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.

• ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.

• ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


શું છે ખેતરની ફરતે તાર ફેન્સીંગ 2023 બનાવવાની યોજના?

• આ યોજના ખેડૂતો માટેની યોજના છે. જેનાથી પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે ફેન્‍સિંગ બનાવી શકાય છે. 

• આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે.

• ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવ્યા બાદ અરજી કરવાની રહશે. 

• પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ, કલસ્ટર બનાવીંબે તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.

• જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે.

• અરજી મુજબ રનિંગ મીટર દીઠ રૂપિયા 200/- અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે, તે મુજબ સહાય મંજૂર થશે.

• i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

• જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે.

• વધારે અરજીઓ આવે તો, ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.

• તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. તાર ફેન્‍સીંગ યોજના શું છે?

જવાબ: આ યોજના હેઠળ ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતરને ફરતે ફેન્‍સીંગ કરવા માટે સહાય આપવામાં આવે છે.

2. Tar Fencing Yojana 2023 હેઠળ શું લાભ આપવામાં આવે છે?

જવાબ: આ યોજના હેઠળ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે. ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

3. Tar Fencing Scheme માં અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ