Shramik Card Scholarship scheme 2024:
જો તમે પણ શ્રમિક કાર્ડ ધરાવો છો તો તમારા માટે એક સારા સમાચાર છે સરકાર દ્વારા શ્રમિક કાર્ડ ધારકો માટે એક સારો નિર્ણય લેવામાં આવેલ છે જો તમારી પાસે શ્રમિક કાર્ડ છે અથવા તો તમારા પરિવારમાંથી કોઈ પણ પાસે શ્રમિક કાર્ડ બનાવેલું છે તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમારી પાસે શ્રમિક કાર્ડ છે તો તમને ₹ 35,000 ની શ્રમિક શિષ્યવૃત્તિ મળી શકે છે.
-શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના 2024
-શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના ની જરૂરી પાત્રતા
-શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના જરૂરી દસ્તાવેજ
-શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયા
શ્રમિક કાર્ડ શિષ્યવૃત્તિ યોજના 2024 :
મિત્રો તમને જણાવીએ કે જો તમારી પાસે શ્રમિક કાર્ડ બનેલું હોય તો તમને ઘણો મોટો ફાયદો થશે કેમકે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને એ વાતની જાણ નથી કે શ્રમિક કાર્ડ ધારકો ને ₹35,000 શિષ્યવૃતિ મળે છે અને આ શિષ્યવૃતિ પ્રાપ્ત કરીને તમે તમારા બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવી શકો છો અને તેમને સારો શિક્ષણ અપાવી શકો છો.
શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના ની જરૂરી પાત્રતા :
મિત્રો તમે તમારા કુટુંબ માંથી તમારા માતા અથવા તો પિતા કોઈપણ એક જે શ્રમિક કાર્ડ ધરાવતા હોય તો અરજી કરી શકો છો.શ્રમિક કાર્ડ હોય તેમની પાસે ઓછામાં ઓછા 100 દિવસ રોજગાર પ્રાપ્ત કરવાના તેમના ઠેકેદાર પાસેથી સિગ્નેચર કરેલ હોવા જોઈએ અથવા તો મનરેગા કેન્દ્રમાં 100 દિવસની હાજરી હોવી જોઈએ.આ શ્રમિક કાર્ડ યોજના દ્વારા સ્કોલરશીપ મેળવતા બાળકે ઓછામાં ઓછું 6th ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
આ યોજના દ્વારા જો તમે શિષ્યવૃતિ મેળવવા ઈચ્છતા હોય તો તમારું બાળક આગળની કક્ષામાં પ્રવેશ મળી અભ્યાસ કરતું હોવું જોઈએ.જે કોઈ લાભાર્થી કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા તો જી.એસ.ટી બિલ ભરતો ના હોય તે અરજી કરી શકે છે.શિષ્યવૃત્તિ મેળવનાર વ્યક્તિનું શ્રમિક કાર્ડ તેના જે-તે વિભાગમાં રજીસ્ટર હોવું જોઈએ તો જ તે આ સ્કોલરશીપ મેળવવા પાત્ર છે.
શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજના માટેના જરૂરી દસ્તાવેજ:
-માતા/પિતાની શ્રમિક ડાયરી
-આધાર કાર્ડ
-વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
-સ્કૂલનું સર્ટિફિકેટ
-રાશન કાર્ડ
-અરજી કરનાર નો મોબાઇલ નંબર
-પાસપોર્ટ સાઇઝ ફોટો
-SSO આઈડી
-શ્રમિક કાર્ડ ની નકલ
શ્રમિક કાર્ડ શિષ્યવૃતિ યોજનાની અરજી પ્રક્રિયા :
આ સ્કોલરશીપ મેળવવા માટે તમારે સૌ પ્રથમ તમારા જિલ્લાના શ્રમ વિભાગ કાર્યાલયની મુલાકાત લો અને અહીં જઈ ત્યાંના અધિકારી પાસે શ્રમિક કાર્ડ સ્કોલરશીપનું અરજી ફોર્મ મેળવો.
આ અરજી ફોર્મમાં જણાવવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
તેમાં જણાવેલ જરૂરી દસ્તાવેજો અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અરજી ફોર્મ સાથે જોઈન્ટ કરો.હવે આ અરજી ફોર્મ શ્રમિક વિભાગ કાર્યાલયમાં જઈને ત્યાંના અધિકારી સાથે જમા કરાવો. અને તેની પાવતી મેળવી લો.