Vishabd | આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? 28 અને 29 જૂનમાં અતિભારે મેઘ તાંડવ આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? 28 અને 29 જૂનમાં અતિભારે મેઘ તાંડવ - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? 28 અને 29 જૂનમાં અતિભારે મેઘ તાંડવ

આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? 28 અને 29 જૂનમાં અતિભારે મેઘ તાંડવ

Team Vishabd by: Akash | 11:33 AM , 27 June, 2023
Whatsapp Group

આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે? 28 અને 29 જૂનમાં અતિભારે મેઘ તાંડવ

રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂન મહિનામાં મોડો વરસાદ આવ્યો પણ સારો વરસાદ આવ્યો. હવે જુલાઈ મહીનામાં કેવો વરસાદ રહેશે તેની પર પણ બધાની નજર રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસું સક્રિય થઇ જતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસું અમદાવાદ સુધી પહોંચી ગયુ છે. જેના કારણે આજે શહેરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, બે દિવસ વલસાડ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 જૂને પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના યથાવત રાખવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની આગાહી છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે સારો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છના પણ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ચોમાસાના આગમનને પગલે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. હવે રાજ્યમાં ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. અનુમાન પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ