PM Vidya Lakshmi Yojana : પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના એ ભારત સરકારની એક યોજના છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન મેળવવામાં મદદ કરે છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને ઓછા વ્યાજ દરે અને ઓછી કાર્યવાહી સાથે લોન મળે છે.
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના ₹8,00,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને ₹10,00,000ની લોન પર 3% સબસિડી મળશે. વિદ્યાર્થીઓ માટે NIRF રેન્કિંગ 100 અને રાજ્ય કક્ષાએ 200 સુધીના કોલેજોમાં પ્રવેશ લેતા જ આ યોજનાનો લાભ મળશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો દેશમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા માટે ઘણી મોટી યોજનાઓ ચલાવી રહી છે.
આ યોજનાઓ દ્વારા સરકાર ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સમાન તકો આપવા માંગે છે. આ શ્રેણીમાં આજે અમે તમને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ યોજના હેઠળ, જે વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સંસ્થાઓ (QHEIs) માં પ્રવેશ લે છે તેમને નાણાકીય સંસ્થાઓ દ્વારા કોઈપણ ગેરેંટી વગર લોન આપવામાં આવશે. દેશમાં મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે જેઓ આર્થિક રીતે નબળા હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ દેશની આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના હેઠળ, જે વિદ્યાર્થીઓની કૌટુંબિક આવક ₹8,00,000થી ઓછી છે, તેમને ₹10,00,000 સુધીની લોન પર સરકાર દ્વારા 3% સબસિડી આપવામાં આવશે.
વિદ્યાર્થી જે કોલેજમાં એડમિશન લઈ રહ્યો હોય તે કોલેજનું NIRF રેન્કિંગ 100 હોવું જોઈએ. આ સિવાય રાજ્ય કક્ષાએ કોલેજનું રેન્કિંગ 200 સુધીનું હોવું જરૂરી છે. આ ઉપરાંત સંસ્થા સરકારની માલિકીની હોવી પણ જરૂરી છે.
પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાનો લાભ એવા વિદ્યાર્થીઓ જ લઇ શકશે કે, જેમના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000થી ઓછી છે. આ યોજના હેઠળ, જો કોઈ વિદ્યાર્થી ₹7,50,000ની લોન લે છે, તો ભારત સરકાર તેના પર 75% ગેરંટી આપે છે.
ઓનલાઇન અરજી :
બેંકમાં અરજી :
વધુ માહિતી માટે :