Today Weather update gujrat :હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને આજે સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળા માટે રાજ્યના જુદા-જુદા ૯ જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આ તમામ વિસ્તારોમાં સત્તાવાર રીતે 'યલો એલર્ટ' જાહેર કરી દેવાયું છે.
આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ: 17 રાજયોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે પ્રમુખ જિલ્લાઓ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા ધમરોળશે.
મધ્ય અને પૂર્વ ગુજરાતના પંથકોમાં પણ મેઘરાજા જોર પકડશે, જેમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ પટ્ટામાં પણ વહીવટી તંત્રને સાબદું રહેવા અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં વરસાદ
દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ સાંજના 4 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ રહેશે
આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી
ચરોતર પંથકના આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અગમચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય લોકોને વીજળીના થાંભલા કે મોટા વૃક્ષો નીચે આશ્રય ન લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ! અનેક વિસ્તારોમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આજે ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે.