Vishabd | અંબાલાલ પટેલ: હજુ 5 દિવસ અતિભારે! જાણો કયા કયા જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરાઈ અંબાલાલ પટેલ: હજુ 5 દિવસ અતિભારે! જાણો કયા કયા જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરાઈ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

અંબાલાલ પટેલ: હજુ 5 દિવસ અતિભારે! જાણો કયા કયા જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરાઈ

Team Vishabd by: Akash | 11:46 AM , 14 March, 2023 અંબાલાલ પટેલ: હજુ 5 દિવસ અતિભારે! જાણો કયા કયા જિલ્લામાં ભારે માવઠાની આગાહી કરાઈ

રાજ્યમાં ભર ઉનાળે જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ ઘઉં, જીરુ, રાઇ અને તમાકુ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો ખેતરમાં મોંઘા બિયારણ વાપરીને પાકનું વાવેતર કરતા હોય છે.

પરંતુ ભર ઉનાળે પડેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

ત્યારે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર  રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

જ્યારે 16 માર્ચ અને 17 માર્ચના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, વડોદરા, ખેડા અને અમદાવાદ, લુણાવાડા પંચમહાલ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દરિયાઈ પટ્ટી વિસ્તાર એવા ભાવનગર અને જુનાગઢમાં પણ વરસાદની શક્યતા સેવવામાં આવી છે.

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને કારણે રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. વાત કરવામાં આવે તો રાજકોટના ઉપલેટા યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ ખેડૂતો જ જણસ લઈને ન આવે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે.

સબંધિત પોસ્ટ