રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે લઘુતમ તાપમાન સામાન્ય છે. જોકે, બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થાય છે જ્યારે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડી, ચક્રવાત, કમોસમી વરસાદ માટે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 8 થી 12 નવેમ્બરના દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.
ચક્રવાત સક્રિય થવાની શક્યતા
આ સાથે તેમણે જણાવ્યુ કે, 12 નવેમ્બર બાદ પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે. બંગાળાના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે 12 નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે 14થી 16 નવેમ્બરના ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની શક્યતા છે.
વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા
બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.
કડક્ડતી ઠંડી કયારથી પડશે?
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે