હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. આજથી હવામાનમાં પલટો આવવાની અંબાલાલે આગાહી કરી છે.
આગામી 3 દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વરસાદ થશે. 22મી જુલાઈના રોજ મોન્સુન ધરી બંગાળના ઉપસાગરમાં જશે. લો પ્રેશર નબળુ હોવા છતાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
આજે સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે. 20 જુલાઈના રોજ દક્ષિણ - પશ્ચિમ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. ગુરુપૂર્ણિમાના દિવસે અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડશે.
આ સિસ્ટમનું જોર રાજ્યમાં 4 દિવસ સુધી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં માધ્યમ અને ભારે વરસાદી ઝાપટા પડશે.