Vishabd | ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી માવઠાનો રહેશે માર, અંબાલાલ પટેલની આગાહી ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી માવઠાનો રહેશે માર, અંબાલાલ પટેલની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી માવઠાનો રહેશે માર, અંબાલાલ પટેલની આગાહી

ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી માવઠાનો રહેશે માર, અંબાલાલ પટેલની આગાહી

Team Vishabd by: Akash | 08:34 AM , 22 November, 2023
Whatsapp Group

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જોવા મળશે. જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વર્તાઇ રહી છે.

આ સાથે તેમણે 22મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે.

રેેેેેેગ્યુલર વરસાદની માહીતી જાણવા અમારા 

વોટસેેેપ ગ્રુપમાં જોડાવા અહિં કિલક કરો ⁠⁠⁠⁠⁠⁠⁠

બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, આ વખતે નવેમ્બબર મહિનામાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. જેથી દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં જોઇએ તેવી હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં જેટલી ઠંડક થવી જોઇએ એટલી થઇ નથી. તેમણે એમ પણ જણાવ્યુ છે કે, 22મી તારીખ બાદ તો બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જોવા મળશે. આ સાથે 27 અને 28 નવેમ્બરમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે.

24 તારીખથી વાદળછાયું વાતાવરણ રહેશે

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, ગુજરાતમાં તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતું રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઉપરોક્ત સમયગાળામાં અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

કેટલી તારીખ સુધી માવઠું રહેશે?

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દેશના દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર ભારે સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાઇ શકે છે. ત્યાર બાદ ધીરે ધીરે હલચલ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મુંબઇના ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

નવેમ્બરના અંતની સાથે ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યુ છે કે, પાંચમી તારીખ પછી પણ હવામાનમાં પલટો આવશે અને મુંબઇ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ભારે વરસાદ અંગે જણાવતા તેમણે કહ્યુ કે, સુરત, આહવા, ડાંગમાં વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ