Vishabd | આવી રહ્યું છે વાવાઝોડું? 21મી તારીખે અરબી સમુદ્રમાં શું મોટી નવાજૂની થશે? આવી રહ્યું છે વાવાઝોડું? 21મી તારીખે અરબી સમુદ્રમાં શું મોટી નવાજૂની થશે? - Vishabd
Vishabd
Whatsapp Group Join
આવી રહ્યું છે વાવાઝોડું? 21મી તારીખે અરબી સમુદ્રમાં શું મોટી નવાજૂની થશે?

આવી રહ્યું છે વાવાઝોડું? 21મી તારીખે અરબી સમુદ્રમાં શું મોટી નવાજૂની થશે?

Team Vishabd by: Akash | 09:18 AM , 20 October, 2023
Whatsapp Group

ફરી એક વખત અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળી રહી છે. અરબ સગારમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. જેના પગલે આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના જોવામાં આવી છે. અરબ સગારમાં ભારે હલચલના પગલે વધી રહેલા વાવાઝોડાના ખતરાના પગલે ફરી એક વખત રાજ્યનું હવામાન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ લો પ્રેશર સિસ્ટમ અંગે લેટેસ્ટ અપડેટ આપી છે. ચાલો જોઇએ, તેમણે શું કહ્યું....

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અત્યારે અરબ સાગરમાં દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ મધ્યમમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. હાલ તેની ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ થશે. આગામી 24 કલાકમાં તે વેલ માર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે. 21 તારીખની આસપાસ તે ડિપ્રેશન બનવાની સંભાવના છે

તેમણે જણાવ્યું કે, આ લો પ્રેશર, ડિપ્રેશન બનવાની સંભાવના છે. તેના કારણે માછીમારો અને પોર્ટ્સને સૂચના આપવામાં આવી છે કે, લો પ્રેશર એરિયા સુધી માછીમારો ન જાય. 21 તારીખની આસપાસ ડિપ્રેશન જાહેર થઇ જશે તે સમયે શીપ પણ તે એરિયામાં ન જાય.

તેમણે કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠે કોઇ ચેતવણી નથી. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આપણા દરિયાકાંઠે એટલે કે 100 નોટિકલ માઇલ સુધી કોઇ હવામાનમાં ફેરફારની સંભાવના નથી.

તમને જણાવી દઈએ કે, ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતની સંભાવના રહે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ