Vishabd | આજે ગુજરાતમાં કયાં કયાંં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી આજે ગુજરાતમાં કયાં કયાંં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે ગુજરાતમાં કયાં કયાંં વિસ્તારોમાં વરસાદની આગાહી?  જાણો હવામાન વિભાગની આગાહી

આજે ગુજરાતમાં કયાં કયાંં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Akash | 10:15 AM , 07 June, 2024
Whatsapp Group

ગુજરાતમાં હાલ ગરમીની સાથે બફારો પણ અનુભવાઇ રહ્યો છે. બધા લોકોના મનમાં એક જ વાત છે કે, હવે વરસાદ આવે તો સારું. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ચોમસું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ચોમાસું મહારાષ્ટ્ર પહોચી ગયુ છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવાની તારીખ 10મી જૂન છે. પરંતુ સામાન્ય તારીખ કરતા ચાર દિવસ પહેલા ચોમાસું બેસી ગયુ છે. ત્યારે ગુજરાતમાં પણ સામાન્ય રીતે ચોમાસું 15મી જૂને બેસે છે. પરંતુ આ વખતે 15મી જૂન પહેલા ચોમાસું બેસી જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ થાય તો કાળઝાળ ગરમીમાંથી રાહત મળે. ત્યારે હાવામાન વિભાગે આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે. સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. એટલે ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે ગુજરાતમાં પણ ચોમાસું સામાન્ય તારીખ પહેલા બેસી જવાનું હવામાન વિભાગનુ પૂર્વાનુમાન છે. 

આજે કયા કયા આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. એટલે કે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 તારીખની આગાહી

આ સાથે 8મી જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. એટલે કે 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

9 તારીખની આગાહી

રવિવાર અને 9મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તેમજ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જુનગાઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અન દિવસમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. એટલે કે 30થી 40 કિલોમીટર પ્રકિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ