Vishabd | 21થી 27 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 21થી 27 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
21થી 27 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

21થી 27 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Vishabd | 09:29 AM , 21 June, 2026
Whatsapp Group

Today weather forecast: ૨૧ જૂન ના રોજ હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી ૨૫ જૂન સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં એલર્ટ

હવામાન વિભાગે 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરત અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી વધવાની આશંકા વ્યકત કરી છે. સુરત, આણંદ, પંચમહાલ સહિતના તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે.

કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે?

દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ.

સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છ.

ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આણંદ અને પંચમહાલ.

અમદાવાદ: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

22 જૂન થી 24 જૂન માં કયા વિસ્તારમાં વરસાદ

મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયુ છે. તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ  જેવા કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

25 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા 

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.તો ઉત્તર ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહીનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

માછીમારો માટે આગામી દિવસોમાં કોઈ ખાસ દરિયાઈ ચેતવણી (વેધર વોર્નિંગ) જાહેર કરવામાં આવી નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા લોકોને હજુ થોડો ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ