આજે 24 જૂનના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
આજે ક્યાં વરસાદની આગાહી છે?
દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે.
સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓ અને દીવમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
બાકીના વિસ્તારો: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગઈકાલે ઘણા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે:
વલસાડ (પારડી) 0.35 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલીના (સાવરકુંડલા) 9 મિમી વરસાદ નોંધાયો. 0.35 ઇંચ 9 મિમી સુરતના (બારડોલી), 0.35 ઇંચ 9 મિમી અમદાવાદના (દેત્રોજ-રામપુરા)વરસાદ નોંધાયો છે. 0.28 ઇંચ 7 મિમી નવસારીના (ચીખલી) વરસાદ નોંધાયો.
નૈઋત્યનું ચોમાસું હાલમાં મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને કવર કરીને મહારાષ્ટ્રના દહાણુ સુધી પહોંચી ગયું છે અને તે હવે ગુજરાતની બિલકુલ નજીક છે.
ચોમાસું અત્યારે ક્યાં છે?
ચોમાસાની આગળ વધવાની રેખા હાલમાં અરબી સમુદ્રથી આગળ વધીને દહાણુ (મહારાષ્ટ્ર), વર્ધા, રાયપુર, દાલતોનગંજ અને મોતિહારી પરથી પસાર થઈ રહી છે.
ગુજરાતથી કેટલું દૂર: ગઈકાલે ચોમાસાએ મુંબઈમાં વિધિવત એન્ટ્રી કરી લીધી છે. હવે તે દક્ષિણ ગુજરાતની બોર્ડરથી ગણતરીના કિલોમીટર જ દૂર છે.
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
આગામી 48 થી 72 કલાક સાનુકૂળ: હવામાન વિભાગ અનુસાર, ઉત્તર અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની છે.
દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી: આગામી ૨-૩ દિવસમાં ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
બાકીના ગુજરાતની સ્થિતિ (સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ)ચોમાસું દક્ષિણ ગુજરાતના દરવાજે પહોંચી ગયું હોવા છતાં, તે આગળ જતાં થોડું ધીમું પડી શકે છે.આ કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાના સત્તાવાર આગમન માટે હજી થોડી લાંબી રાહ જોવી પડી શકે છે. જો કે, આ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
ગુજરાતનાં મોટા શહેરોમાં કેવું વતાવરણ રહશે?
અમદાવાદ જિલ્લોવાતાવરણ: દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ અને સૂર્યપ્રકાશ વાળું રહેશે. વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.તાપમાન: મહત્તમ તાપમાન 39°C થી 40°C આસપાસ રહેશે, જેના કારણે બપોરે ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થશે.
રાજકોટ જિલ્લોવાતાવરણ: વાતાવરણ મુખ્યત્વે સૂકું અને તડકા વાળું રહેશે. સાંજના સમયે હળવા વાદળો છવાઈ શકે છે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે.તાપમાન: મહત્તમ તાપમાન 38°C આસપાસ રહેતા અકળાવનારી ગરમી પડશે.
વડોદરા જિલ્લોવાતાવરણ: આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે પરંતુ હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.તાપમાન: મહત્તમ તાપમાન 37°C થી 38°C સુધી પહોંચી શકે છે. ભેજનું પ્રમાણ વધારે હોવાથી દિવસભર બફારો વધુ રહેશે.
ભાવનગર જિલ્લોવાતાવરણ: બપોર પછી વાતાવરણમાં પલટો આવશે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.તાપમાન: મહત્તમ તાપમાન 36°C થી 37°C ની આસપાસ રહેશે. વરસાદના કારણે સાંજે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી શકે છે.