દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબારમાં ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે.
ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે.
આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા.
હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે.
મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે.
ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે.
જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.