Vishabd | આજે ક્યાં પડશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગની નવી આગાહી આજે ક્યાં પડશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે ક્યાં પડશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગની નવી આગાહી

આજે ક્યાં પડશે ધોધમાર વરસાદ? જાણો હવામાન વિભાગની નવી આગાહી

Team Vishabd by: Akash | 12:50 PM , 10 June, 2024
Whatsapp Group

જરાતમાં રવિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમી અને બફારામાં આંશિક રાહત મળી છે. હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયુ છે એટલે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે. હાલ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે.

આજે કયા કયા આગાહી? 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આજે પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર; સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.

આવતીકાલેકયા કયા જીલ્લમાં આગાહી?

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આવતીકાલે એટલે મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે પંચમહાલ અને દાહોદમાં તથા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.

હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે આપેલી આગાહીમાં ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાત માટે આવનારા બે દિવસમાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે જ આ દિવસો દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે.

આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. ચોમાસું તારીખ 10 કે 11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચશે. મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ