Vishabd | આજે મેઘો ધમરોળશે, મીની વાવાઝોડાનાં એંધાણ આજે મેઘો ધમરોળશે, મીની વાવાઝોડાનાં એંધાણ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે મેઘો ધમરોળશે, મીની વાવાઝોડાનાં એંધાણ

આજે મેઘો ધમરોળશે, મીની વાવાઝોડાનાં એંધાણ

Team Vishabd by: Akash | 12:52 PM , 16 May, 2024
Whatsapp Group

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા કેન્દ્ર દ્વારા તારીખ 16 મેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડવાની શક્યતા છે. જોકે સૌરાષ્ટ્રમાં બુધવારે વરસાદ થયો હતો. બાદ આજે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં 10 મીમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે. તેમજ પવન તેજગતિએ ફૂંકાશે.

અમરેલીમાં વરસાદની આગાહી

અમરેલી જિલ્લામાં 10 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 16 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પ્રતિ કલાકે 17 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 15 થી 19 દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.

મોરબીમાં વરસાદની આગાહી

મોરબી જિલ્લામાં 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ પ્રતિ કલાકે 18 કિમીની રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 15 થી 19  દરમિયાન સૂકું ગરમ અને અશાંતથી મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકામાં 2 મીમી વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની પ્રતિ કલાકે 24 કિલોમીટરની ગતિ રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 થી 19 તારીખ દરમિયાન સુકુ અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે.

સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં 26 મેના વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પ્રતિ કલાકે 21 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 19 દરમિયાન ગરમ સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.

જામનગરમાં વરસાદની આગાહી

જામનગર જિલ્લામાં 1 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને પ્રતિ કલાકે 21 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. જામનગર જિલ્લામાં 15  થી 19 દરમિયાન સૂકું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતાઓ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ