Vishabd | બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નિયમો બદલાયા!, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય! બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નિયમો બદલાયા!, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય! - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નિયમો બદલાયા!, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય!

બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાના નિયમો બદલાયા!, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય!

Team Vishabd by: Akash | 12:43 PM , 31 December, 2024
Whatsapp Group

RBIએ લીધો મોટો નિર્ણય! - Reserve Bank of India

Reserve Bank of India : શું તમે પણ તમારા બેંક ખાતામાંથી રૂપિયાની લેવડ-દેવડ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના અને ઉપયોગી છે. RBI(રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો બદલી નાખ્યા છે. ચાલો જાણીએ આ નવા નિયમો વિશે.

RBI(રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક દ્વારા નવા નિયમો એપ્રિલ 2025થી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI, RTGS, NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે RTGS અને NEFT દ્વારા પૈસા મોકલનાર વ્યક્તિ હવે જેમને પૈસા મોકલી રહ્યા છે, તેમનું નામ ચકાસી શકે છે

RBIએ સોમવારે આ અંગેની જાહેરાત કરી! - Reserve Bank of India

RBI(રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. નવો નિયમ કહે છે કે UPI અને IMPS જેવી પેમેન્ટ સિસ્ટમ્સ પૈસા મોકલનારને ટ્રાન્ઝેક્શન પહેલા ખાતાધારકનું નામ બતાવે છે. હવે આ સુવિધા અન્ય ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ થશે.

આ પ્રસ્તાવ RBI(રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં મૂક્યો હતો. જેને હવે તમામ બેંકોએ માનવો પડશે. મોનિટરી પોલિસી કમિટીના નિવેદન દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે RTGS અને NEFT દ્વારા પૈસા મોકલનાર વ્યક્તિ તેઓ જેઓને પૈસા મોકલી રહ્યા છે તેમનું નામ અને ખાતાને તપાસી કરી શકશે. મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં આ સુવિધા શરૂ કરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

સરળ શબ્દોમાં કહીએ તો હવે તમે જે બેંક ખાતામાં RTGS અને NEFT દ્વારા ચૂકવણી કરશો, તેમાં ખાતાધારકનું નામ દેખાશે. જે રીતે UPIથી પૈસા ટ્રાન્સફર કરતી વખતે ખાતાધારકનું નામ દેખાય છે, એવી જ રીતે હવે RTGS અને NEFT દ્વારા પૈસા મોકલનાર વ્યક્તિને હવે તેઓ જેમને પૈસા મોકલી રહ્યા છે, તેમનું નામ દેખાશે.

નવો નિયમ કેમ લાગું કરાયો? 

RBI(રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે હવે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમ માટે આવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી કરીને આ સુવિધા દ્વારા પૈસા મોકલનાર વ્યક્તિ RTGS અથવા NEFTના માધ્યમથી ખાતધારકને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા તેમનું નામ તપાસી શકે. આમ કરવાથી પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર નહીં થાય અને છેતરપિંડીની સંભાવનાઓ પણ ઘટી જશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ