Vishabd | ICC Women T20 World Cup : ટીમ ઇન્ડિયાની સેમીફાઇનલ માટે આશા જીવંત ICC Women T20 World Cup : ટીમ ઇન્ડિયાની સેમીફાઇનલ માટે આશા જીવંત - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ICC Women T20 World Cup : ટીમ ઇન્ડિયાની સેમીફાઇનલ માટે આશા જીવંત

ICC Women T20 World Cup : ટીમ ઇન્ડિયાની સેમીફાઇનલ માટે આશા જીવંત

Team Vishabd by: Vishabd | 09:59 AM , 26 June, 2026
Whatsapp Group

ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં સાંજે ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર સ્થિત ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ભારતે શાનદાર વાપસી કરી છે. ભારત માટે જીતનો હીરો શેફાલી વર્મા રહી હતી. 34 બોલમાં 53 ફટકાર્યા હતા. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 136 રન બનાવ્યાં હતા. ટીમ ઇન્ડિયાએ 16.5 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો હતો.

ટીમ ઈન્ડિયાની હાલની સ્થિતિ શું છે?

આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ 1 નો ભાગ છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો પણ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ગ્રુપમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે. ગ્રુપ સ્ટેજની ચાર મેચોમાં આ ટીમ ઈન્ડિયાની ત્રીજી જીત છે. જેના કારણે તે સેમિફાઈનલની રેસમાં મજબૂત રીતે આગળ વધી ગઈ છે.


ટીમ ઈન્ડિયાના હવે 6 પોઈન્ટ છે. પરંતુ ભારતીય ટીમનો સેમિફાઈનલમાં પ્રવેશવા માટે  હજુ પણ જગ્યા નિશ્ચિત નથી કારણ કે ટીમ ઈન્ડિયા હવે તેના અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. જેણે પહેલાથી જ ચારેય મેચ જીતી લીધી છે અને સેમિફાઈનલમાં જીતની લગભગ ખાતરી કરી લીધી છે. હવે જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચવા માંગે છે, તો તેણે ઓસ્ટ્રેલિયાને કોઈપણ કિંમતે હરાવવું પડશે. જે સરળ રહેશે નહીં.

 સેમિફાઈનલમાં ટીમ ઇન્ડિયાનું સ્થાન કેવી રીતે મેળવશે?

જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા વધુ મજબૂત બનશે. આવી સ્થિતિમાં, નિર્ણય નેટ રન રેટ પર આધાર રાખી શકે છે. સાઉથ આફ્રિકાએ ત્રણ મેચ રમી છે. જેમાંથી બે જીતી છે. જેમાંથી એક ટીમ ઈન્ડિયા સામે હતી. હવે સાઉથ આફ્રિકા પાસે ફક્ત બે મેચ બાકી છે. તે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમો સામે રમશે. જેમાં સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.


જો ટીમ ઈન્ડિયા અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે અને દક્ષિણ આફ્રિકા પણ તેની બંને મેચ જીતી જાય છે, તો ત્રણેય ટીમોના 8-8 પોઈન્ટ હશે. ત્યારબાદ નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. હાલ ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 4.724 છે. જ્યારે ભારતનો નેટ રન રેટ 2.268 છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ -0.546 હોવાથી તે હાલમાં ઘણું પાછળ છે. જો સાઉથ આફ્રિકા પોતાની બંને મેચ મોટા અંતરથી જીતે તો સ્પર્ધા વધુ રસપ્રદ બની શકે છે.

જો ટીમ ઇન્ડિયા તેની અંતિમ મેચ હારી જાય તો નેટ રન રેટ સુધી પહોંચતા પહેલા જ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી શકે છે. સાઉથ આફ્રિકા બંને મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ થશે અને જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી જાય તો ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે બહાર થઈ જશે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને કોઈપણ કિંમતે હરાવવું જોઈએ. પરંતુ સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે બાંગ્લાદેશ 28 જૂનના રોજ સાઉથ આફ્રિકાને હરાવે. જો ભારત અને સાઉથ આફ્રિકા પોતપોતાની અંતિમ મેચ હારી જાય તો ધ્યાન NRR પર રહેશે. જ્યાં ભારતીય ટીમ હાલમાં મજબૂત દેખાય છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ