ભારતીય પ્લેઈંગ ઈલેવન:આજની મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ હતી, જ્યારે યુવા ખેલાડી પ્રિન્સ યાદવે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું.
લખનૌમાં ગિલ-ઇશાનનું વાવાઝોડું, બંનેની વિસ્ફોટક સદી:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચોની સીરીઝના બીજા મુકાબલામાં ભારતીય બેટ્સમેનોએ લખનૌના મેદાન પર રનની સુનામી લાવી દીધી છે.
બુધવાર, 17 જૂન 2026 ના રોજ રમાઈ રહેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શુભમન ગિલ અને ઇશાન કિશને અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં શાનદાર બેટિંગ કરી. ગિલ અને ઇશાને ત્રીજી વિકેટ માટે મજબૂત ભાગીદારી કરી અને બંને બેટ્સમેનોએ મેચમાં સદી ફટકારી.
શુભમન ગિલે માત્ર 38 દડામાં અને ઇશાન કિશને 52 દડામાં પોતાની શાનદાર હાફ સેન્ચુરી પૂરી કરી હતી. અડધી સદી બાદ બંને ખેલાડીઓએ રનની ગતિ બમણી કરી નાખી હતી. શુભમન ગિલે શાનદાર ક્લાસ બતાવતા માત્ર 77 દડામાં પોતાની વનડે કરિયરની 9 મી સદી ફટકારી દીધી હતી. બીજી તરફ, ઇશાન કિશને પણ તોફાની બેટિંગ કરતા માત્ર 71 દડામાં પોતાના વનડે કરિયરની બીજી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. (પોતાની ફિફ્ટી પછીની બીજી ફિફ્ટી માત્ર 19 બોલમાં ફટકારી હતી) ઇશાન કિશન આઉટ થતા પહેલા 79 દડામાં 125 રનની વિસ્ફોટક અને યાદગાર ઇનિંગ રમી ગયા હતા.
શુભમન ગિલ (Gilla) – કેપ્ટન ઇનિંગ્સ
રન: 154
બોલ: 110
ચોગ્ગા: 22 | છગ્ગા: 2
ઈશાન કિશન – વિસ્ફોટક વાપસી
ઈશાન કિશને લાંબા સમય પછી વન-ડે ક્રિકેટમાં સદી ફટકારીને શાનદાર વાપસી કરી છે. શરૂઆતમાં ધીમી શરૂઆત કર્યા બાદ તેણે માત્ર 71 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી .
રન: 125
બોલ: 79
ચોગ્ગા: 14 | છગ્ગા: 7
ઐતિહાસિક ભાગીદારી: ગિલ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે માત્ર 141બોલમાં 224 રનની તોફાની ભાગીદારી કરી હતી.
ગિલની નવમી સદી
ભારતીય કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં 77 બોલમાં સદી ફટકારી. આ ગિલની નવમી વનડે સદી છે. આ સાથે, ગિલ સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો. ભારતીય કેપ્ટન દ્વારા સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેમણે 2023માં અફઘાનિસ્તાન સામે 63 બોલમાં સદી ફટકારી હતી.
આ મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશન બંનેએ શાનદાર સદી ફટકારીને ભારતને અફઘાનિસ્તાન સામે 402 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.