IPL 2027 પહેલાં ભીષણ ગરમી અને પ્રી-મોન્સૂન વરસાદને કારણે BCCI દ્વારા ટુર્નામેન્ટના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે। હવેથી IPL માર્ચના બદલે 10 માર્ચની આસપાસ શરૂ થઈને 15 મે સુધીમાં પૂરી થઈ જશે। આ સાથે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ખેલાડીઓની મોટી ટ્રેડિંગ અને કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે।
આગામી IPL સીઝનમાં મેચોની સંખ્યા ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં 74 ને બદલે 94 મેચ રમાશે. એટલે કે કુલ 20 મેચોનો વધારો થશે. પરંતુ ભારતના જ નહીં પરંતુ અન્ય ICC ક્રિકેટ રમતા દેશો, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓના હિતોને ધ્યાનમાં લેવાની જરૂર પડશે. તેથી મેચોની સંખ્યાઓમા શક્યતા દેખાતી નથી,
આગામી સીઝનના શિડ્યુલમાં થશે મોટો ફેરફાર
BCCI સચિવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી સીઝનમાં ટૂર્નામેન્ટની શરૂઆત આશરે 2 અઠવાડિયા વહેલી થઈ શકે છે. આ વર્ષે એટલે કે 2026 નું આઈપીએલ 28 માર્ચથી 31 મે વચ્ચે રમાઈ હતી. ભારે ગરમી અને પ્રી-મોન્સૂન સીઝનને ધ્યાનમાં રાખીને આગામી સીઝન વહેલી શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બે સ્ટાર ખેલાડીઓના ટ્રેડ ડીલની વાટાઘાટો ચાલી રહી છે. અહેવાલો સૂચવે છે કે આ બે ટીમો હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલનો વેપાર ટ્રેડ શકે છે.
મેગા ટ્રેડિંગ (ખેલાડીઓની અદલાબદલી)
રિપોર્ટ્સ મુજબ, ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) છોડીને પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ (DC)માં વાપસી કરી શકે છે,તેના બદલામાં કુલદીપ યાદવ LSG માં જોડાઈ શકે તેવી શક્યતા છે.મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પણ હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલની ટ્રેડ ડીલની અટકળો તેજ બની છે.
હાર્દિક પંડ્યાને નવી ટીમની જરૂર છે
હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના સમાચાર IPL 2026 દરમિયાન ફરવા લાગ્યા હતા. હાર્દિક પંડ્યા ત્રણ વર્ષ પહેલા ગુજરાત ટાઈટન્સથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો અને રોહિત શર્માના સ્થાને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ખિતાબ જીતી શક્યું ન હતું, અને સતત ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી તેની વિદાયનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી સંપૂર્ણ અસમર્થન મળી રહ્યું હતું, એટલે કે કેટલાક સિનિયર ખેલાડીઓ તેને સાથ આપી રહ્યા ન હતા. પરિણામે, પંડ્યાને લાગ્યું કે ટીમ છોડી દેવી જ યોગ્ય રહેશે.
યશસ્વી રાજસ્થાનથી કેમ અલગ થઈ રહ્યો છે?
યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ કેમ છોડી રહ્યા છે તે બીજો રસપ્રદ પ્રશ્ન છે. હકીકતમાં, ટીમમાં આ ખેલાડીનું મહત્વ ઘટી ગયું છે. જયસ્વાલ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બની શક્યો હોત, પરંતુ ટીમે રિયાન પરાગને કેપ્ટનશીપ સોંપી. વધુમાં, રાજસ્થાને વૈભવ સૂર્યવંશીના સ્વરૂપમાં એક વિસ્ફોટક ઓપનર મેળવ્યો છે, જે જયસ્વાલ કરતા ઘણી ઝડપી બેટિંગ કરે છે. આ જયસ્વાલના જવાનું કારણ હોઈ શકે છે.
દિલ્હી-લખનૌમાં પણ ફેરફાર ની આશંકા
દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સમાં પણ મોટા ફેરફારો થવાની તૈયારી છે. આગામી સિઝનમાં રિષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમી શકે છે. કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ માટે રમવાની જગ્યાએ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમશે. વધુમાં, કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનું કેપ્ટનશિપ સંભાળી શકે છે.
સૌરવ ગાંગુલી ટીમના મુખ્ય કોચ બની શકે છે, અને યુવરાજ સિંહ દિલ્હીના બેટિંગ કોચ બની શકે છે.