હજી કયા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા? આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં ઉત્તર પૂર્વમાં બનેલા લો પ્રેશરને કારણે એક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, હજી પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે (19-09-2023) સવારે આઠ વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે 19મી તારીખે, પાટણ, મોરબીમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, ગુરૂવારના રોજ કચ્છ, પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 20 સપ્ટેબરે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે 20મી તારીખે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં કોઇ વોર્નિંગ આપવામાં આવી નથી.
આ સાથે તેમણે અમદાવાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે, શહેરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત માછીમારોને 20મી તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.