Vishabd | ગુજરાતીઓ માટે સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો ગુજરાતીઓ માટે સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતીઓ માટે સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

ગુજરાતીઓ માટે સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો

Team Vishabd by: Akash | 01:03 PM , 31 December, 2023
Whatsapp Group

પેટ્રોલ ડીઝલ ની કિંમત : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ WTI ક્રૂડ પ્રતિ બેરલ 73.62 ડોલર પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 79.07 પર પહોંચી ગયેલું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારતમાં, દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ 33 પૈસા અને ડીઝલ 31 પૈસા મોંઘુ થયેલ જોવા છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 22 પૈસા મોંઘુ થયું છે. આ સિવાય પંજાબ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયેલ  છે. બીજી તરફ રાજસ્થાનમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 46 પૈસા સસ્તું થયેલ  છે. ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલ 78 પૈસા સસ્તું થયું છે. હરિયાણા, તમિલનાડુ, ત્રિપુરા અને કેરળમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો  ઘટાડો થયો છે.

ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 

– દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
– કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
– ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

પેટ્રોલ ડિઝલ ના ભાવમાં થયો કેટલો ફેરફાર થયો?

– નોઈડામાં પેટ્રોલ 96.79 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– લખનૌમાં પેટ્રોલ 96.36 રૂપિયા અને ડીઝલ 89.56 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– પટનામાં પેટ્રોલ 107.30 રૂપિયા અને ડીઝલ 94.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

નવા દરો ક્યારે બહાર પાડવામાં આવે છે?

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

આ રીતે તમે આજના નવા ભાવ જાણી શકો છો

તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરરોજ ના દર પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ ટાઇપ કરીને માહિતી એકત્ર શકો છો, અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ ટાઇપ કરીને નંબર 9223112222 પર SMS મોકલીને માહિતી એકત્ર શકો છો. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ