Vishabd | તહેવારો આવતા ખાદ્યતેલમાં તોતિંગ વધારો, ફરી વધ્યા સિંગ તેલના અને કપાસિયા તેલના ભાવ, જાણો ડબ્બે કેટલાનો થયો વધારો તહેવારો આવતા ખાદ્યતેલમાં તોતિંગ વધારો, ફરી વધ્યા સિંગ તેલના અને કપાસિયા તેલના ભાવ, જાણો ડબ્બે કેટલાનો થયો વધારો - Vishabd
Vishabd
Whatsapp Group Join
તહેવારો આવતા ખાદ્યતેલમાં તોતિંગ વધારો, ફરી વધ્યા સિંગ તેલના અને કપાસિયા તેલના ભાવ, જાણો ડબ્બે કેટલાનો થયો વધારો

તહેવારો આવતા ખાદ્યતેલમાં તોતિંગ વધારો, ફરી વધ્યા સિંગ તેલના અને કપાસિયા તેલના ભાવ, જાણો ડબ્બે કેટલાનો થયો વધારો

Team Vishabd by: Akash | 12:12 PM , 11 October, 2022
Whatsapp Group

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો થયો છે.

જે પછી હવે સિંગતેલનો ભાવ રૂ.3000 વટાવી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2500એ પહોંચી ગયો છે.

તહેવારો આવતા ખાદ્યતેલની ભારે માંગ

આ તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બાનો ભાવ રૂ.3000ને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ રૂ.3050 થયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ રૂ.2500 થયો છે. જોકે, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

આવી રીતે વધશે ભાવ તો તહેવારો ઉજવવા બનશે મુશ્કેલ

દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ થઈ રહી છે. આવી રીતે ભાવ વધતાં રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું હતું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે.

કપાસિયા તેલના ભાવ રૂ.2500 થયા

વેપારીએ મેહુલ નથવાણીએ જણાવ્યું હતું કે, સોમવારે આણંદ શહેરમાં ઉઘડતાં બજારમાં સિંગતેલનો જૂનો ભાવ રૂ.3000 હતો. જે વધીને રૂ.3050 થઇ ગયો છે. તેમજ કપાસિયા તેલનો ભાવ રૂ.2450 હતો. તે વધીને રૂ.2500 થઇ ગયો છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ