Vishabd | આજે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આજે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આજે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Vishabd | 08:20 AM , 01 July, 2026
Whatsapp Group

આજે ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

Gujrat Weather Foecast(1 july 2026) : ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થાય અને ગતિ પકડે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1 થી 3 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 

ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, જુલાઈના પ્રથમ ત્રણ દિવસોમાં રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો માત્ર 2.88 ટકા જેટલો જ નહિવત સરેરાશ વરસાદ નોંધાયો છે, જેથી આ આગામી રાઉન્ડ અત્યંત મહત્વનો સાબિત થશે.

આજે આ જીલ્લાઓમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જુલાઈએ વરસાદ વધુ સક્રિય બનશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

3થી 5 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 2થી 5 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 3થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ સાથે સક્રિય થતાં રાજ્યમાં વ્યાપક વરસાદ શરૂ થશે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસા પર 'અલ નીનો'ની અસર જોવા મળી શકે છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ખેડૂતો માટે મહત્વની આગાહી 

અંબાલાલ પટેલે જણાવ્યું કે જુલાઈ મહિનામાં વરસાદની પેટર્ન વધુ સ્પષ્ટ બનશે. 4 જુલાઈ અને 16 જુલાઈની આસપાસ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ચોમાસું લાંબું ચાલશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન પણ લો-પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. રાજ્યમાં સરેરાશ 88 ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ