Vishabd | Gujrat weather (26 જૂન 2026) અંબાલાલ પટેલની વાવણી લાયક વરસાદની આગાહી Gujrat weather (26 જૂન 2026) અંબાલાલ પટેલની વાવણી લાયક વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
Gujrat weather (26 જૂન 2026) અંબાલાલ પટેલની વાવણી લાયક વરસાદની આગાહી

Gujrat weather (26 જૂન 2026) અંબાલાલ પટેલની વાવણી લાયક વરસાદની આગાહી

Team Vishabd by: Vishabd | 08:49 AM , 26 June, 2026
Whatsapp Group

આજે ૨૬ જૂન ૨૦૨૬ના રોજ આખા ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આજે કયા જીલ્લાઓમાં વરસાદની આગાહી 

દક્ષિણ ગુજરાતનાં તાપી, નર્મદા, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ અપાયું છે.

વલસાડ, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આશંકા સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની વાવણી લાયક વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૩ જૂનથી ૨૬ જૂન દરમિયાન 'આદ્રા નક્ષત્ર'નો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં શરૂ થઈ ચૂક્યો છે. આગામી ૨૯ જૂનથી ૫ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા ભાગોમાં સારો એવો વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે.

27 થી 30 જૂન સુધીમાં કયા વરસાદ પડશે?

આગામી દિવસોની આગાહી (૨૭થી ૩૦ જૂન) ગુજરાતીના અહેવાલ મુજબ, આગામી ૨૭ જૂનથી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તેમજ મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ અને ગાંધીનગર સહિત ૨૩ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં ૧ જુલાઈ સુધી વરસાદી માહોલ જામી રહેશે.

હાલ ચોમાસું સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતિહારીમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તર અરબ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અઠવાડિયા દરમિયાન નીચા સ્તરના સોમાલી જેટ વધુ મજબૂત બનવાની શક્યતા છે. તેના કારણે દક્ષિણ અરબી સમુદ્ર પર ક્રોસ-ઇક્વેટોરિયલ પવનમાં વધારો થશે. તેની અસરથી આગામી 2થી 8 અઠવાડિયા દરમિયાન ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આજે કેવું રહેશે હવમાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 

સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહી શકે છે. 

વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શક છે. શહેરમાં આજે મહત્તમ તાપમન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ