Indai vs England 1st ODI: ભારતીય ક્રિકેટ ટીમે 14 જુલાઈ, 2026ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે (ODI) મેચમાં ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવીને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે 2014 પછી પ્રથમ વખત બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ઇંગ્લેન્ડ સામે વન-ડે મેચ જીતી છે. આ ઐતિહાસિક જીતનો અસલી હીરો અક્ષર પટેલ રહ્યો, જેણે પહેલા બોલિંગમાં 4 વિકેટ ઝડપી અને પછી બેટિંગમાં પણ અડધી સદી ફટકારી હતી.
259 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (11 રન) અને વિરાટ કોહલી (5 રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ઓપનર શુભમન ગિલે (80 રન) અને ઉપ-કપ્તાન શ્રેયસ ઐયરે (35 રન) ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો અને સદીની ભાગીદારી નોંધાવી. જોકે, ઐયરના આઉટ થયા બાદ ગિલ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયો હતો અને કેએલ રાહુલ પણ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અક્ષર પટેલે 52 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા અને વોશિંગ્ટન સુંદર (અણનમ 52 રન) સાથે મળીને 102 રનની અતૂટ ભાગીદારી કરી. આ જોડીએ ટીમને 45.2 ઓવરમાં વિજય અપાવ્યો હતો.
ભારતીય કેપ્ટન શુભમન ગીલે 75 બોલમાં 80 રન બનાવ્યા હતા, પરંતુ ક્રેમ્પ્સ (સ્નાયુ ખેંચાવા)ના કારણે તેઓ રિટાયર્ડ હર્ટ થયા હતા.
ભારતે છેલ્લે 2014 માં બર્મિંગહામના આ મેદાન પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ સતત 12 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા અહીં કોઈ વનડે મેચ જીતી શકી ન હતી. આ મેદાન પર ઇંગ્લેન્ડનો પણ 2014 પછી આ પહેલો પરાજય છે; આ પહેલા તેમણે અહીં સળંગ 7 મેચ જીતી હતી. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડની ધરતી પર ભારતે યજમાન ટીમ સામે 46 વનડે રમી છે, જેમાંથી આ 19 મો વિજય છે. બર્મિંગહામમાં રમાયેલી કુલ 13 વનડેમાંથી ભારતે 9 માં જીત અને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના તરફથી જો રૂટે 76 અને લિયામ ડોસને 68 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 9.5 ઓવરમાં 62 રન આપીને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત યુવા બોલર ગુરનુર બ્રાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2, જ્યારે જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.
સિરીઝની બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફમાં રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયા શ્રેણી પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા
હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, જોસ બટલર (વિકેટકીપર), સેમ કુરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસન, જોશ ટંગ, આદિલ રશીદ