Vishabd | ટ્રેન્ટ બ્રિજ પર ટીમ ઇન્ડિયાનો ધબડકો: માત્ર ૭૬ રનમાં આખી ટીમ ધરાશાયી ટ્રેન્ટ બ્રિજ પર ટીમ ઇન્ડિયાનો ધબડકો: માત્ર ૭૬ રનમાં આખી ટીમ ધરાશાયી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ટ્રેન્ટ બ્રિજ પર ટીમ ઇન્ડિયાનો ધબડકો: માત્ર ૭૬ રનમાં આખી ટીમ ધરાશાયી

ટ્રેન્ટ બ્રિજ પર ટીમ ઇન્ડિયાનો ધબડકો: માત્ર ૭૬ રનમાં આખી ટીમ ધરાશાયી

Team Vishabd by: Vishabd | 06:29 AM , 08 July, 2026
Whatsapp Group

Ind vs Eng 3rd T20: ઈંગ્લેન્ડ ત્રીજી T20 માં ભારતને 125 રને હરાવીને ઇતિહાસની સૌથી મોટી હાર આપી.

ગઈકાલે (7 જુલાઈ, 2026) ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે ૧૨૫ રનથી કારમો પરાજય થયો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટોંગ.

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર 

​ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની શાનદાર અડધી સદીની મદદથી 201 રન બનાવ્યા હતા. જવાબમાં ૨૦૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય બેટિંગ લાઇન-અપ જોફ્રા આર્ચર અને જોશ ટંગની ઘાતક બોલિંગ સામે પત્તાના મહેલની જેમ માત્ર 76 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. આ ટોટલ ટીમે 2008માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં બનાવ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ 13 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, ઈશાન કિશન, અક્ષર પટેલ, તિલક વર્મા અને શિવમ દુબે સહિત કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી. આદિલ રાશિદે 2 અને વિલ જેક્સે 1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડે 5 મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી.

પાવરપ્લેમાં ભારતની 5 વિકેટ પડી

202 રનનો પીછો કરતા ભારતની શરૂઆત પૂરી રીતે લથડી ગઈ. જોશ ટંગે પહેલા ઈશાન કિશન (13)ને આઉટ કર્યા, જ્યારે આર્ચરે પોતાની આગલી ઓવરમાં બે મોટા ઝટકા આપ્યા. આર્ચરે પહેલા શ્રેયસ અય્યર (5)ને ડીપ સ્ક્વેર લેગ પર કેચ કરાવ્યો. આ પછી અક્ષર પટેલે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો, પરંતુ તેના પછીના જ બોલ પર વિકેટકીપર જોસ બટલરને કેચ આપી બેઠા.

ભારતે 18 મેચ જીતી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 32 ટી-20 રમાઈ છે.

તેમાંથી ભારતે 18 અને ઇંગ્લેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ 9 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ રમાશે.

આ મેચ વિશેની મહત્વની વિગતો નીચે મુજબ છે:

તારીખ: 9 જુલાઈ, 2026 

સમય: ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે (સ્થાનિક સમય સાંજે 5:30 વાગ્યે) શરૂ થશે.

સ્થાન (વેન્યુ): સીટ યુનિક સ્ટેડિયમ (Seat Unique Stadium), બ્રિસ્ટલ.

5 મેચોની આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ હાલ 2-0 થી આગળ છે (જ્યારે પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી). જો ભારતને શ્રેણી જીતવાની આશા જીવંત રાખવી હોય, તો ચોથી T20 માં કોઈપણ ભોગે જીત મેળવવી જ પડશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ