ગુજરાત મગફળી: 24 જૂન 2026 ના રોજ ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ (APMC) માં મગફળીના બજાર ભાવ (પ્રતિ 20 કિલો) નીચે મુજબ રહ્યા છે:
ગુજરાતમાં આજે મગફળીનો સરેરાશ ભાવ ₹1,100 થી ₹1,650 પ્રતિ 20 કિલો ની આસપાસ બોલાયો છે.
મુખ્ય માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના આજના ભાવ (પ્રતિ 20 કિલો)
રાજકોટમાં ઝીણી મગફળીની બજારભાવ 1180 થી 1515 રૂપિયા સુધી બોલાયો, ગોંડલ માર્કેટ યાર્ડમાં આજનો ઝીણી મગફણીનો બજારભાવ 1120થી 1510 રૂપિયા સુધી બોલાયો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજનો બજાર ભાવ 1150 થી 1608 રૂપિયા બોલાયો છે. જામનગરના કાળવાડમાં 1160 થી 1520 રૂપિયા સુધી બોલાયો.
આજના મુખ્ય માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના આજના ભાવ (પ્રતિ 20 કિલો)
ગોંડલ યાર્ડમાં આજનો જાડી મગફળીનો બજારભાવ 1121 થી 1561 સુધી રહ્યો, રાજકોટમાં જાડી મગફળીનો બજારભાવ 1150 થી 1577 રૂપિયા બોલાયો, જામનગરમાં જાડી મગફળીની બજારભાવ 1140 થી 1520 રૂપિયા બોલાયો, જૂનાગઢમાં આજનો જાડી મગફળીની બજારભાવ 1150 થી 1550 રૂપિયા બોલાયો, મોરબીમાં આજનો બજારભાવ 1100 થી 1515 રૂપિયા સુધી બોલાયો, હિંમતનગરમાં આજનો જાડી મગફળીનો બજારભાવ 1180 થી 1490 રૂપિયા બોલાયો,
જાણો આજનો કયા યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો ?