ગુજરાતના મુખ્ય માર્કેટ યાર્ડોમાં ૨૩ જૂન ૨૦૨૬ ના રોજ મગફળીના બજાર ભાવ પ્રતિ ૨૦ કિલો (૧ મણ) ના સરેરાશ રૂ. ૧,૧૦૦ થી રૂ. ૧,૮૦૦ ની વચ્ચે ચાલી રહ્યા છે. મગફળીની ગુણવત્તા અને માર્કેટ યાર્ડ (APMC) મુજબ ભાવોમાં તફાવત જોવા મળી રહ્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીનો સૌથી વધારે ભાવ 1,151 થી 1,806 રૂપિયા સુધી બોલાયો છે. રાજકોટ યાર્ડમાં ઝીણી મગફળીનો ભાવ 1,150 થી 1,525 રૂપિયા સુધી બોલાયો. જામનગરમાં ઝીણી મગફળીનો બજાર ભાવ 1,100 થી 1,650 રૂપિયા સુધી બોલાયો. જૂનાગઢમાં ઝીણી મગફળીનો બજાર ભાવ 1,125 થી 1,600 રૂપિયા સુધી બોલાયો. અમરેલી યાર્ડમાં ઝીણી મગફળીનો બજાર ભાવ 1,200 થી 1,680 રૂપિયા સુધી બોલાયો. ડીસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફનો બજાર ભાવ 1,250 થી 1,806 રૂપિયા સુઘી બોલાયો. મહુવા માર્કેટ યાર્ડમાં આજનો ઝીણી મગફળીનો બજાર ભાવ 1,120 થી 1,480 રૂપિયા બોલાયો.
ઝીણી મગફળી નો ભાવ
ટેકાના ભાવ: ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે મગફળીનો લઘુત્તમ ટેકાનો ભાવ ₹7,263 પ્રતિ ક્વિન્ટલ (એટલે કે ₹1,452.60 પ્રતિ મણ) નક્કી થયેલો છે.