Vishabd | સોનું તોડશે તમામ રેકોર્ડ! નિષ્ણાતોનો મોટો દાવો સોનું તોડશે તમામ રેકોર્ડ! નિષ્ણાતોનો મોટો દાવો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
સોનું તોડશે તમામ રેકોર્ડ! નિષ્ણાતોનો મોટો દાવો

સોનું તોડશે તમામ રેકોર્ડ! નિષ્ણાતોનો મોટો દાવો

Team Vishabd by: Vishabd | 11:20 PM , 18 June, 2026
Whatsapp Group


સોના અંગે ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે, જેના કારણે વૈશ્વિક રોકાણ બજારમાં નવી ચર્ચા શરૂ થઈ છે. વિશ્વની જાણીતી નાણાકીય સંસ્થા (જે પી મોર્ગન)એ અનુમાન વ્યક્ત કર્યું છે કે વર્ષના અંત સુધી સોનાની કિંમતોમાં આશરે 40% જેટલો ઉછાળો જોવા મળી શકે છે.

આ આગાહી જાહેર થતાં જ વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ફરી એકવાર સોના તરફ કેન્દ્રિત થયું છે. પરંપરાગત રીતે સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે અને જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો જોખમી સંપત્તિઓમાંથી નાણાં કાઢીને સોના તરફ વળતા હોય છે.

સોનામાં કેમ આવી શકે છે તેજી?  

નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં વિશ્વભરમાં અનેક એવા પરિબળો કાર્યરત છે જે સોનાની માંગમાં વધારો કરી શકે છે. તેમાં વધતો ફુગાવો, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, વ્યાજદરમાં સંભવિત ઘટાડો, વિવિધ દેશો વચ્ચે વધતો ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક મંદીની આશંકા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે જે પી મોર્ગનની રિપોર્ટ અનુસાર જો હાલની વૈશ્વિક પરિસ્થિતિ યથાવત રહે છે તો રોકાણકારો શેરબજાર અને અન્ય જોખમી રોકાણ વિકલ્પોની સરખામણીએ સોનાને વધુ પ્રાધાન્ય આપી શકે છે. પરિણામે સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને કિંમતો નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિઓ આવી જ તણાવપૂર્ણ રહેશે, તો મોટા રોકાણકારો આક્રમક રીતે સોનાની ખરીદી વધારશે. આ સિવાય, દુનિયાભરની કેન્દ્રીય બેંકો દ્વારા પોતાની અનામત ક્ષમતા વધારવા માટે સતત થઈ રહેલી સોનાની ખરીદી, અમેરિકી ડોલરમાં જોવા મળતી અસ્થિરતા અને વૈશ્વિક મંદીની આશંકા પણ સોનાના ભાવને રોકેટ ગતિએ આગળ વધારવા માટે ઇંધણ પૂરું પાડી રહી છે. જો કે, બજારના તમામ નિષ્ણાતો જે.પી. મોર્ગનના આ અંદાજ સાથે સંપૂર્ણ સહમત નથી. કેટલાક આર્થિક નિષ્ણાતો આ આંકડાને ખૂબ જ 'આક્રમક' ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટૂંકા ગાળામાં 40% નો મોટો વધારો ત્યારે જ શક્ય બને જ્યારે વૈશ્વિક સ્તરે કોઈ મોટી આર્થિક કટોકટી કે યુદ્ધ જેવી સ્થિતિ વધુ વણસે. જો વૈશ્વિક સંકેતો સામાન્ય રહેશે, તો બજારમાં આટલી મોટી તેજી આવવાની સંભાવના ઘણી ઓછી છે.

સોનાના ભાવ વધારાની અસર ભારત ઉપર જ કેમ?

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થનારા કોઈપણ ફેરફારની સીધી અને મોટી અસર ભારતના સ્થાનિક બજાર પર જોવા મળે છે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ખાસ કરીને ભારતમાં આગામી સમયમાં આવનારા તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન સોનાની માંગ પરંપરાગત રીતે ખૂબ જ મજબૂત રહે છે. આવી સ્થિતિમાં જો વૈશ્વિક સ્તરે કિંમતો વધશે, તો ભારતમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી જશે, જે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર મોજો બોજ નાખી શકે છે. હાલમાં તો આ સોનાની ચળકાટ રોકાણકારોના પોર્ટફોલિયોને કેટલો મજબૂત કરશે, તેના પર જ બજારની નજર ટકેલી છે. 

ગુજરાતમાં 18 જૂનના સોના-ચાંદીના ભાવ 

ગુજરાતમાં ૧૮ જૂનના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં અંદાજિત ભાવ નીચે મુજબ રહ્યા હતા:

સોનનાઓ ભાવ:

  • 22 કેરેટ સોનું (10 ગ્રામ): રૂપિયા  1,38,540 
  • 24 કેરેટ સોનું (10 ગ્રામ): રૂપિયા 1,51,140

ચાંદીના ભાવ:

  • ચાંદી (1 કિલોગ્રામ): રૂપિયા 2,53,170 

(નોંધ: સોના-ચાંદીના દરોમાં શહેર પ્રમાણે થોડો તફાવત હોઈ શકે છે. દાગીના બનાવવાની મજૂરી (મેકિંગ ચાર્જ) અને હોલમાર્કિંગ શુલ્ક આ દરોમાં અલગથી ઉમેરાય છે.)


Whatsapp Group
સબંધિત પોસ્ટ