July 2026: મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર આવ્યા. સરકારે LPG અને પેટ્રોલના ભાવમાં ઘટાડો આ ઘટાડાથી ભાવ ₹2,930 થયો છે, જે અગાઉના ₹3113.5 હતો. 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
Petrol Diesel Price Update: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી જોવા મળેલા ઘટાડાનો સીધો લાભ હવે ભારતીય ગ્રાહકો સુધી પહોંચવા લાગ્યો છે. ઈંધણના સતત વધતા ખર્ચ વચ્ચે વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી તેલ કંપની નાયરા એનર્જીએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરી છે.
કંપનીએ પેટ્રોલના દરમાં પ્રતિ લીટર રૂ. 5 અને ડીઝલના દરમાં પ્રતિ લીટર રૂ. 3નો ઘટાડો કર્યો છે. નાયરા એનર્જી દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ 1 જુલાઈ, 2026થી તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો, પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રને આર્થિક રાહત મળવાની શક્યતા છે.
આ વર્ષે પહેલી વાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2026 માં, દિલ્હીમાં ભાવ ₹1691.50 હતો, જે જૂનમાં લગભગ બમણો થઈ ગયો હતો. માર્ચ 2026 માં ભાવમાં બે વાર વધારો થયો. 1 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹28 મોંઘો થયો અને 7માર્ચે તે ₹114.50મોંઘો થયો. મે મહિનામાં, ભાવ ₹993નો જંગી વધારો થયો, જેના કારણે દિલ્હીમાં ભાવ ₹3072.50 થયો. 1જૂને તે ₹42 મોંઘો થયો.
નાયરા એનર્જીએ જણાવ્યું છે કે કંપનીના દેશભરમાં આવેલા 7000થી વધુ રિટેલ આઉટલેટ્સ પર નવા ભાવ અમલમાં મૂકવામાં આવ્યા છે. ગ્રાહકોને હવે પેટ્રોલ અને ડીઝલ અગાઉ કરતાં સસ્તા દરે ઉપલબ્ધ થશે. તેમ છતાં અલગ-અલગ રાજ્યોમાં લાગુ પડતા વેટ (VAT), સેસ અને અન્ય સ્થાનિક કરના કારણે વિવિધ શહેરોમાં અંતિમ છૂટક કિંમતોમાં થોડો તફાવત જોવા મળી શકે છે. રાજ્ય સરકારોની કર નીતિઓને કારણે દરેક રાજ્યમાં ગ્રાહકોને મળતી વાસ્તવિક રાહતમાં ફેરફાર શક્ય છે.
નાયરા એનર્જીનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મધ્ય પૂર્વમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં નરમાઈ આવી છે. મુખ્ય દરિયાઈ વેપાર માર્ગો ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત બન્યા છે, જેના કારણે ક્રૂડ ઓઈલ અને એલએનજી (LNG)ના પુરવઠામાં સ્થિરતા આવી છે. પુરવઠો સુધરતાં વૈશ્વિક બજારમાં ભાવ દબાણ ઘટ્યું છે અને તેનાથી ભારતીય બજારને પણ ફાયદો મળવાનો આરંભ થયો છે.
દિલ્હી કોમર્શિયલ સિલિન્ડર: ₹3,113.50 હવે ₹2,930.00
ઘરેલું સિલિન્ડર: ₹942.00 (યથાવત)
મુંબઈ કોમર્શિયલ સિલિન્ડર: ₹3,067.50 હવે ₹2,884.00
ઘરેલું સિલિન્ડર: ₹941.50 (યથાવત)
ચેન્નાઈ કોમર્શિયલ સિલિન્ડર: ₹3,283.00 હવે ₹3,099.50
ઘરેલું સિલિન્ડર: ₹957.50 (યથાવત)
ગેસ સિલિન્ડર (14.2 કિલો): ગુજરાતના જુદા જુદા શહેરો (જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ) ના આધારે ઘરેલું ગેસની કિંમત આશરે ₹947 થી ₹962 ની વચ્ચે સ્થિર છે.
દેશભરમાં થયેલા ₹183.50ના ઘટાડા બાદ ગુજરાતના વેપારીઓને પણ પોતાના બિલમાં સીધી રાહત મળશે.
કેન્દ્ર સરકારે ૧ જુલાઈથી પેટ્રોલ નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) પ્રતિ લિટર ₹૧.૫ થી વધારીને ₹૪ પ્રતિ લિટર કરી છે. આ પગલું સ્પષ્ટપણે તેલ કંપનીઓને સ્થાનિક બજારમાંથી નફો મેળવવા માટે વિદેશી બજારોમાં પેટ્રોલ નિકાસ કરવાથી નિરાશ કરવાનો છે.
વૈકલ્પિક ઇંધણ (E85 પેટ્રોલ) અંગે મોટો નિર્ણયભાવમાં કાયમી રાહત આપવા માટે સરકારે દિલ્હીથી દેશનું પ્રથમ E85 ઇંધણ (૮૫% ઇથેનોલ અને ૧૫% પેટ્રોલ) લોન્ચ કર્યું છે. આ બળતણ સામાન્ય પેટ્રોલ કરતાં આશરે ₹૨૦ થી ₹૨૮ સુધી સસ્તું મળશે. જોકે, આ ઇંધણનો ઉપયોગ માત્ર ખાસ ફ્લેક્સ-ફ્યુઅલ (Flex-Fuel) એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકશે.