Vishabd | New Rules: હવે 10,000થી વધારે રુપિયા ટ્રાન્સફર કરવા પર લાગશે 1 કલાકનો સમય New Rules: હવે 10,000થી વધારે રુપિયા ટ્રાન્સફર કરવા પર લાગશે 1 કલાકનો સમય - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
New Rules: હવે 10,000થી વધારે રુપિયા ટ્રાન્સફર કરવા પર લાગશે 1 કલાકનો સમય

New Rules: હવે 10,000થી વધારે રુપિયા ટ્રાન્સફર કરવા પર લાગશે 1 કલાકનો સમય

Team Vishabd by: Vishabd | 11:02 PM , 29 June, 2026
Whatsapp Group

ઓનલાઈન મની ટ્રાન્સફરના નિયમો બદલાશે !  હવે 10,000થી વધારે રુપિયા ટ્રાન્સફર કરવા પર લાગશે 1 કલાકનો સમય 

ઓનલાઈન ફ્રોડ અને સ્કેમ્સને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એક મોટો અને મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

1 કલાકનો સમય 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. RBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે જો કોઈ ગ્રાહક ₹10,000થી વધુ રકમનું ઓનલાઈન ટ્રાન્સફર શરૂ કરે છે, તો ચુકવણી પૂર્ણ થવામાં એક કલાકનો સમય લાગી શકે છે. જ્યારે દેશના બેંકિંગ ઉદ્યોગે આ સુરક્ષા માપદંડને સમર્થન આપ્યું છે, ત્યારે તેણે સામાન્ય લોકો માટે સુવિધા અને સંભવિત તકનીકી પડકારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. બેંકો માને છે કે આ નિયમ છેતરપિંડી રોકવામાં મદદ કરશે પરંતુ સ્વીકારે છે કે સામાન્ય લોકોને રોજિંદા વ્યવહારો દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

પૈસા કેન્સલ કરવાનો વિકલ્પ

આ 1 કલાક દરમિયાન તમારા ખાતામાંથી પૈસા કામચલાઉ ધોરણે કપાશે (Debited), પરંતુ જો તમને છેતરપિંડીની શંકા જાય તો તમે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને પૈસા પાછા મેળવી શકશો. બેંકિંગ નિષ્ણાતોએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ પગલું દરેક પ્રકારના વ્યવહાર પર આડેધડ રીતે લાગુ ન થવું જોઈએ.

આ નિયંમ બધા માટે લાગુ નહીં પડે 

દુકાનદારો, ઓનલાઈન શોપિંગ, મોબાઈલ ફોન ખરીદનાર ગ્રાહક, કે બિલ પેમેન્ટ જેવા વ્યવહારોમાં કોઈ વિલંબ નહીં થાય જેથી વેપારને અસર ન પહોંચે. 

વ્હાઇટલિસ્ટ કરેલ વ્યકતી માટે આ નિયમ લાગુ નહીં પડે 

જો તમે કોઈ વિશ્વાસુ સગા કે મિત્રને વારંવાર પૈસા મોકલતા હોવ, તો તેમને 'વ્હાઇટલિસ્ટ' કરીને આ 1 કલાકના વિલંબ વગર તરત જ પૈસા મોકલી શકશો.

આ નિર્ણય કેમ લેવામાં આવશે?

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના ડેટા અનુસાર, ભારતમાં ડિજિટલ ફ્રોડના કેસો ખૂબ જ ઝડપથી વધ્યા છે. ₹10,000થી વધુના ટ્રાન્ઝેક્શન કુલ ફ્રોડના કેસોમાં સંખ્યાની દ્રષ્ટિએ ભલે 45% હોય, પરંતુ રકમની દ્રષ્ટિએ તે 98.5% હિસ્સો ધરાવે છે. છેતરપિંડી કરનારાઓ લોકોને ડરાવી કે લાલચ આપીને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરાવી લે છે, તેથી આ 1 કલાકનો સમય (ગોલ્ડન અવર) ગ્રાહકને વિચારવાનો અને સાયબર ક્રાઈમથી બચવાનો મોકો આપશે.

ભવિષ્યમાં ઓનલાઈન પેમેન્ટની સુરક્ષા માટે આ નિયમ 

 હાલમાં આ માત્ર RBI નો એક પ્રસ્તાવ છે, જેની પર બેંકો અને નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે. બેંકો આ મર્યાદા ₹10,000 થી વધારીને ₹25,000 કરવાની પણ માંગ કરી રહી છે. આ નિયમ હજુ સત્તાવાર રીતે લાગુ થયો નથી, પરંતુ ભવિષ્યમાં ઓનલાઈન પેમેન્ટની સુરક્ષા માટે આ સિસ્ટમ આવી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ