Vishabd | LPG સિલિન્ડરના ભાવ માં મોટો ઘટાડો, જાણો ઘરેલુ ગેસ સિલિન્ડર ની નવી કિંમત LPG સિલિન્ડરના ભાવ માં મોટો ઘટાડો, જાણો ઘરેલુ ગેસ સિલિન્ડર ની નવી કિંમત - Vishabd
Vishabd
Whatsapp Group Join
LPG સિલિન્ડરના ભાવ માં મોટો ઘટાડો, જાણો  ઘરેલુ ગેસ સિલિન્ડર ની નવી કિંમત

LPG સિલિન્ડરના ભાવ માં મોટો ઘટાડો, જાણો ઘરેલુ ગેસ સિલિન્ડર ની નવી કિંમત

Team Vishabd by: Akash | 04:00 PM , 04 January, 2024
Whatsapp Group

LPG સિલિન્ડરના ભાવ માં મોટો ઘટાડો:આજે 2024 ના નવા વર્ષની મળી મોટી ભેટ, જાણો ક્યાં કેટલો સસ્તો થશે ગેસ સિલિન્ડર

2024 નું નવું વર્ષ LPG સિલિન્ડરની કિંમતના ઘટાડા સાથે શરૂ થયું. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​LPG સિલિન્ડરની નવી કિંમત જાહેર કરેલ છે. આજે 1 જાન્યુઆરી 2024થી LPG સિલિન્ડર સસ્તું થઈ ગયેલ છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં આજે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.

લોકસભાની ચૂંટણી 2024માં એટલે કે આ વર્ષે યોજાવા જઈ રહી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી મોટા કાપની અપેક્ષા હતી. કારણ કે 2019માં પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલુ LPG ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી હતી. 14kg(કિલો) ના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹120.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં સિલિન્ડર  ₹809.50 થી ઘટીને ₹689  થઈ ગયા હતા.

જો કે આ વખતે એવું ન થયું. આજે કોમર્શિયલ સિલિન્ડરના દરોમાં થયેલો ઘટાડો નવા વર્ષની ભેટ તરીકે છે. આજે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1755.50 માં મળશે. પહેલા તે 1757.00 રૂપિયા હતો. આજે તે માત્ર ₹1.50  સસ્તું થયું છે. તેવી જ રીતે, કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1869.00  થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં તે 1868.50 હતો. જેમાં આજે 50 પૈસાનો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર જે મુંબઈમાં ₹1710 માં મળતું હતું તે આજથી 1708.50 માં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તે હવે ₹1929 ના બદલે 1924.50 માં વેચાશે.

ઘરેલું સિલિન્ડરની કિંમત (દરો):

આજે પણ ઘરેલુ સિલિન્ડર 30 ઓગસ્ટ 2023ના દરે ઉપલબ્ધ છે. હાલમાં આ સિલિન્ડર દિલ્હીમાં  ₹903 માં  ઉપલબ્ધ છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, સિલિન્ડરના દરમાં છેલ્લો મોટો ઘટાડો 30 ઓગસ્ટ 2023ના રોજ થયેલો હતો. તે  ₹1103 થી ₹903  સુધી ₹200  સસ્તો થયો છે. આજે સ્થાનિક સિલિન્ડરની કિંમત કોલકાતામાં  ₹929 , મુંબઈમાં  ₹902.50 અને ચેન્નાઈમાં  ₹918.50  છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ