Vishabd | વરિયાળી: સ્વાદ અને સુગંધ સાથે આરોગ્યની જુગલબંધી વરિયાળી: સ્વાદ અને સુગંધ સાથે આરોગ્યની જુગલબંધી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વરિયાળી: સ્વાદ અને સુગંધ સાથે આરોગ્યની જુગલબંધી

વરિયાળી: સ્વાદ અને સુગંધ સાથે આરોગ્યની જુગલબંધી

Team Vishabd by: Vishabd | 08:54 AM , 05 July, 2026
Whatsapp Group

Fennel Seeds: વરિયાળી આપણા રસોડાનો એક એવો મસાલો છે જે માત્ર સ્વાદ અને સુગંધ જ નથી વધારતો, પણ સ્વાસ્થ્ય માટે પણ એક વરદાન સમાન છે. આયુર્વેદમાં વરિયાળીને ખૂબ જ ગુણકારી માનવામાં આવી છે.

આવો જ એક ચમત્કારી મસાલો છે ‘વરિયાળી’ (Fennel Seeds). મોટાભાગના લોકો જમ્યા પછી મોંની શુદ્ધિ (માઉથ ફ્રેશનર) માટે વરિયાળી ખાતા હોય છે, પરંતુ આ નાનકડા લીલા દાણા આપણા આખા શરીરની તંદુરસ્તી માટે કુદરતનું અનમોલ વરદાન છે. તેની પ્રકૃતિ કુદરતી રીતે જ શીતળ (ઠંડી) હોવાથી ખાસ કરીને ગરમીની ઋતુમાં તેનું સેવન શરીરને આંતરિક ઠંડક આપે છે.

વરિયાળી દેખાવમાં ભલે નાની હોય,પણ તેના ગુણો અસીમિત છે.તેમાં વિટામિન્સ,મિનરલ્સ અને શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સનો ભંડાર છે.આયુર્વેદિક ચિકિત્સામાં પણ વરિયાળીને પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ માનવામાં આવી છે.ચાલો જાણીએ તેના આયુર્વેદિક ફાયદાઓ.

પાચનતંત્ર માટે અમૃત

વરિયાળીમાં રહેલા એસેન્શિયલ ઓઈલ્સ પાચન ક્રિયાને તેજ બનાવે છે. તે ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓમાં તાત્કાલિક રાહત આપે છે. જો તમને વારંવાર અપચો કે ગેસ થતો હોય,તો વરિયાળી બેસ્ટ દવા છે.

ઉનાળાની લૂ અને ગરમી સામે શરીરનું રક્ષણ

વરિયાળીની તાસીર ખૂબ જ ઠંડી હોય છે.ઉનાળાના દિવસોમાં વરિયાળીનું શરબત અથવા તેનું પાણી પીવાથી શરીરનું આંતરિક તાપમાન સંતુલિત રહે છે.તે સખત તાપમાં લૂ (Heat Stroke) લાગવાના જોખમથી બચાવે છે અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી.

મોંની દુર્ગંધ દૂર કરે

જમ્યા પછી વરિયાળી ખાવાથી મોંમાં લાળ (Saliva) બને છે, જે બેક્ટેરિયાનો નાશ કરે છે અને શ્વાસને તાજો રાખે છે.

આંખોનું તેજ વધારે

વરિયાળીમાં વિટામિન 'A' ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે

વજન નિયંત્રિત

વરિયાળીનું પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને ભૂખ ઓછી લાગે છે, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

ત્વચામાં ચમક લાવે

વરિયાળીમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરના ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર કાઢે છે, જેનાથી ત્વચા સાફ અને ચમકદાર બને છે.

ખાસ નોંધ: કોઈપણ વસ્તુની અતિશયતા નુકસાનકારક હોઈ શકે છે, તેથી દિવસમાં ૨ થી ૩ ચમચીથી વધુ વરિયાળી ન ખાવી જોઈએ.

Whatsapp Group
સબંધિત પોસ્ટ