Vishabd | રેલ્વે ભરતી 2026: જાણો તમારી લાયકાત અને કેવી રીતે કરવી અરજી રેલ્વે ભરતી 2026: જાણો તમારી લાયકાત અને કેવી રીતે કરવી અરજી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
રેલ્વે ભરતી 2026: જાણો તમારી લાયકાત અને કેવી રીતે કરવી અરજી

રેલ્વે ભરતી 2026: જાણો તમારી લાયકાત અને કેવી રીતે કરવી અરજી

Team Vishabd by: Vishabd | 06:12 PM , 15 July, 2026
Whatsapp Group

રેલ્વે ભરતી 2026: રેલ્વે ભરતી બોર્ડ દ્વારા હાલમાં જ 'સેક્શન કંટ્રોલર'ની પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. સંસ્થા દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો RRB વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી વિન્ડો 15 જુલાઈથી 14 ઓગસ્ટની અંતિમ તારીખ સુધી ખુલ્લી રહેશે.

રેલવે ભરતી 2026 અંતર્ગત સેક્શન કંટ્રોલર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

RRB સેક્શન કંટ્રોલર (Section Controller) ભરતી ૨૦૨૬

  • કુલ જગ્યાઓ: ૧૧૯
  • અરજી કરવાની શરૂઆત: ૧૫ જુલાઈ ૨૦૨૬
  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬
  • શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ (સ્નાતક)
  • વય મર્યાદા: ૨૦ થી ૩૩ વર્ષ
  • સત્તાવાર વેબસાઇટ: rrbchennai.gov.in અથવા તમારા સંબંધિત ઝોનની RRB વેબસાઇટ પર વિગતો તપાસી શકો છો.

સેક્શન કંટ્રોલર ભરતીની પોસ્ટની વિગતો

આ વર્ષે, રેલવે સેક્શન કંટ્રોલરની ખાલી જગ્યા દ્વારા 119 જગ્યાઓ ભરવામાં આવશે. ગયા વર્ષે 368 જગ્યાઓની તુલનામાં, આ વર્ષે ખાલી જગ્યાઓ નોંધપાત્ર રીતે ઓછી છે. રેલવે સેક્શન કંટ્રોલર ભરતી માટે કોણ અરજી કરી શકે છે? જરૂરી વય મર્યાદા કેટલી છે? પગાર કેટલો છે? તમે આ બધી વિગતો અહીં ચકાસી શકો છો.

રેલવે સેક્શન કંટ્રોલર ભરતી માટે પાત્રતા

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત જરૂરી છે. અન્ય કોઈ અનુભવ અથવા પ્રમાણપત્રની જરૂર નથી.

વય મર્યાદા

અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદાની ગણતરી ૧ જુલાઈ, ૨૦૨૬ થી કરવામાં આવશે. અનામત શ્રેણીના ઉમેદવારો માટે શ્રેણી-વિશિષ્ટ વય છૂટછાટ પણ ઉપલબ્ધ છે.

પગાર ધોરણ

પસંદ પામેલા ઉમેદવારોને પગાર સ્તર 6 (7મું CPC) દર મહિને ₹35,400 રહેશે. .

ભરતીની પ્રક્રિયા

સિંગલ-સ્ટેજ કમ્પ્યુટર આધારિત કસોટી

પરીક્ષા 120 મિનિટ લાંબી હશે અને તેમાં 100 પ્રશ્નો હશે. દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણનું નેગેટિવ માર્કિંગ પણ લાગુ થશે. CBT માં ગણિત, તાર્કિક ક્ષમતા અને માનસિક તર્ક વિષયો આવરી લેવામાં આવશે. વિશ્લેષણાત્મક અને ગણિત ક્ષમતામાંથી વધુમાં વધુ 60 પ્રશ્નો હશે.

CBAT અને દસ્તાવેજ ચકાસણી

કોમ્પ્યુટર આધારિત યોગ્યતા પરીક્ષણ (CBAT) માટે ઉમેદવારોની સંખ્યાના 8 ગણા વધારે ઉમેદવારોને બોલાવવામાં આવશે. કોઈ નકારાત્મક માર્કિંગ રહેશે નહીં. CBT મેરિટ યાદીમાં 30% વેઇટેજ અને CBAT 70% વેઇટેજ ધરાવશે. ત્યારબાદ ઉમેદવારોના દસ્તાવેજો ચકાસવામાં આવશે.

RRB સેક્શન કંટ્રોલર ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

સૌપ્રથમ, સત્તાવાર RRB વેબસાઇટની મુલાકાત લો.

જો તમે નવા છો, તો પહેલા એકાઉન્ટ બનાવો લિંક પર ક્લિક કરો.

આ માટે, તમારે એક સક્રિય મોબાઇલ નંબર અને ઇમેઇલ ID ની જરૂર પડશે.

આ પછી, વેબસાઇટ પર જાઓ અને ફરીથી લોગ ઇન કરો.

હવે બધી માહિતી કાળજીપૂર્વક ભરો,

તમારા અન્ય જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

ફોર્મ ભર્યા પછી, ફી ચૂકવો અને અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો.

અગત્યની માહિતી 

ઓનલાઇન અરજી: તમામ રેલ્વે ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન જ રહે છે. અધિકૃત વેબસાઇટ rrbapply.gov.in પર જઈને લેટેસ્ટ નોટિફિકેશન અને અરજી લિંક્સ મેળવી શકાય છે.

સાવધાની: સોશિયલ મીડિયા પર ઘણીવાર ભ્રામક જાહેરાતો ફરતી હોય છે, તેથી હંમેશા રેલ્વેની સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી ચકાસવી.

અરજી સ્ટેટસ: જો તમે કોઈ પણ ભરતીમાં ફોર્મ ભર્યું હોય, તો તમે સત્તાવાર વેબસાઇટ પર 'Application Status' લિંક દ્વારા તમારી અરજીનું સ્ટેટસ તપાસી શકો છો.

Whatsapp Group
સબંધિત પોસ્ટ