Vishabd | ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી

Team Vishabd by: Akash | 05:31 PM , 06 February, 2025
Whatsapp Group

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - GPSC Recruitment 2025

GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠાલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ફરીથી એક મોટી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ ૪૯૬ જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે GPSCએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી શરુ થઈ ગઈ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા(ઉંમર), પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ છેલ્લે સુધી વાંચવો.

GPSC ભરતી માટે અગત્યની માહિતી - GPSC Recruitment 2025

સંસ્થા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)

પોસ્ટવિવિધ
વિભાગવિવિધ
જગ્યા૪૯૬
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટ

વર્ગ

જગ્યા

મદદનીશ નિયામક (આઈટી)વર્ગ-129
નાયબ નિયામક (આઈટી)વર્ગ-13
આઈ.સી.ટી. ઓફિસરવર્ગ-212
મદદનીશ ઈજનેર(સિવિલ)વર્ગ-265
નાયબ કાર્યપાલક ઇજનેર(ઇલેક્ટ્રીકલ)વર્ગ-21
મદદનીશ ઈજનેર (સિવિલ)(R&B)વર્ગ-230
હિસાબી અધિકારીવર્ગ-239
મેનેજર ગ્રેડ-1(R&B)વર્ગ-21
નાયબ કમિશનર(ઉદ્યોગ અને ખાણ)વર્ગ-11
મદદનીશ કમિશનર (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-22
નાયબ નિયામક(સા.વ.વિ)વર્ગ-11
મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ વ્યવસ્થાપક (ઉદ્યોગ અને ખાણ)વર્ગ-21
મદદનીશ ખેતી નિયામકવર્ગ-215
નાયબ ખેતીનિયામક-જિલ્લા ખેતિવાડી અધિકારીવર્ગ-112
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીવર્ગ-240
બાળ લગ્ન પ્રતિબંધ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીવર્ગ-22
મદદનીશ ચેરીટી કમીશ્નરવર્ગ-12
કાર્યપાલક ઈજનેર(સિવિલ)વર્ગ-12
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)વર્ગ-15
નાયબ સેક્શન અધિકારી (સચિવાલય)વર્ગ-333
નાયબ સેક્શન અધિકારી(વિધાનસભા)વર્ગ-31
નાયબ મામલતદારવર્ગ-338
સહ પ્રાધ્યાપક, પેડીયાટ્રીક સર્જરીવર્ગ-14
પ્રાધ્યાપક મેડીકલ જીનેટીક્સવર્ગ-11
પિડિયાટ્રિશિયન, સર્જનવર્ગ-1141
ડેન્ટલ સર્જનવર્ગ-110

GPSC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ૪૯૬ જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ બપોરે ૧૩.૦૦ વાગ્યાથી શરુ થઈ ગઈ છે જે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ રાતના ૨૩.૫૯ વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારો ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની(GPSC) વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પસંદ કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પસંદ કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી જરૂરી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

જરુરી સુચનાઓ 

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ GPSCની વેબસાઈટ ઉપર જેતે ભરતીનું નોટિફિકેશન વાંચવું.

Whatsapp Group
સબંધિત પોસ્ટ