Aadhaar Update : આખા ભારતમાં અત્યાર સુધીના 138.3 કરોડ લોકો નો આધારકાર્ડ બનાવવામાં આવેલ છે. આ આધાર કાર્ડ માં સુધારો તમે ઓનલાઇન પણ કરી શકો છો. આધારકાર્ડ માટેની વિગતવાર સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે ધ્યાનપૂર્વક સમજીને વાંચો.
આધારકાર્ડમાં સુધારો કરવા માટે ઘણા દસ્તાવેજની જરૂર પડતી હોય છે, જેવા કે તમારી જન્મ તારીખ, તમારું નામ, તમારા પિતાનું નામ, પછી તમારા માતાનું નામ તેમજ તમારે ઘરનું એડ્રેસ વગેરે બધું જ ઓનલાઇન(online) પ્રક્રિયા દ્વારા ઘર બેઠા જ બદલી શકાય છે.
સૌપ્રથમ આધારકાર્ડ માં કોઈપણ સુધારો અથવા તો અપડેટ કરવા માટે તમારા વિસ્તારથી નજીકમાં આવેલા csc સેન્ટર ની મુલાકાત લો.
ત્યાર બાદ તમે નામ, જન્મતારીખ અથવા તો તમારા માતાનું નામ, પિતાનું નામ વગેરે જરૂરી વિગત માંગતા હોય તે માટેની અરજી લખીને આપો.
આધારકાર્ડ માં સુધારા માટે જે દસ્તાવેજ કરવામાં આવે છે તેના ₹50 ભરો.
ત્યાર બાદ ત્યાં રહેલા અધિકારી તમારા હાથના ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેનિંગ કરી ચિન્હો દાખલ કરશે, ત્યારબાદ તમારી આ એપ્લિકેશનની સુધારા પ્રોસેસ પૂર્ણ થશે.
હવે આવી રીતે તમારા ઘરમાં રહેતા બીજા લોકોનું પણ અપડેટ કરવાનું હશે તે આ રીતે ઓફલાઈન પણ સરળતાથી કરી શકો છો.
જો તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો અથવા તો તમારો ફોટો અપડેટ કરવા માંગો છો તો ઉપર આપેલ માહિતીને વિગતવાર સમજી વિચારીને શાંતિપૂર્વક વાંચીને ક્રમશઃ આ પ્રક્રિયા કરતા તમે આ અપડેટ કરી શકશો.