Vishabd | તમને પણ લાંબા સમયથી ઉધરસ છે? આ 5 ખતરનાક લક્ષણો ક્યારેય ન નકારો તમને પણ લાંબા સમયથી ઉધરસ છે? આ 5 ખતરનાક લક્ષણો ક્યારેય ન નકારો - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
તમને પણ લાંબા સમયથી ઉધરસ છે? આ 5 ખતરનાક લક્ષણો ક્યારેય ન નકારો

તમને પણ લાંબા સમયથી ઉધરસ છે? આ 5 ખતરનાક લક્ષણો ક્યારેય ન નકારો

Team Vishabd by: Vishabd | 06:40 PM , 06 July, 2026
Whatsapp Group

વરસાદી વાતાવરણમાં રોગચાળો વધી જતો હોય છે. જેમાં સૌથી વધારે કેસ શરદી, ઉધરસ, કફની સમસ્યાના જોવા મળે છે. આ સમસ્યાઓ એવી છે જેને અનેક લોકો ગંભીરતાથી નથી લેતા જેના કારણે તેઓ ડોક્ટર પાસે જવાનું જરૂરી નથી સમજતા. જેના કારણે આ સમસ્યા ગંભીર સ્વરુપ ધારણ કરી લે છે.

લાંબો સમય ચાલતી ઉધરસ (ક્રોનિક કફ) એ શરીરની કોઈ ગંભીર આંતરિક બીમારીનું લક્ષણ હોઈ શકે છે. તબીબી વિજ્ઞાન અનુસાર, જો પુખ્ત વયના લોકોમાં ૩ થી ૮ અઠવાડિયાથી વધુ અને બાળકોમાં ૪ અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ મટે નહીં, તો તેને ક્રોનિક કફ ગણવામાં આવે છે અને તેની તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે

ક્રોનિક ઉધરસ શું છે?

ક્રોનિક ઉધરસને એવી ઉધરસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સામાન્ય શરદી અથવા ફ્લૂના સામાન્ય સમયગાળા કરતાં વધુ સમય સુધી રહે છે. તે રોજિંદા જીવનમાં વિક્ષેપ લાવી શકે છે અને, કેટલાક કિસ્સાઓમાં, ગંભીર અંતર્ગત સ્વાસ્થ્ય સ્થિતિ સૂચવી શકે છે. ક્રોનિક ઉધરસ સૂકી (બિન-ઉત્પાદક) અથવા ઉત્પાદક (લાળ અથવા કફ સાથે) હોઈ શકે છે, અને તે હળવાથી ગંભીર સુધીની હોઈ શકે છે.

ઋતુમાં થયેલી શરદી, ઉધરસ અને કફની સમસ્યા જો 1-2 મહિના સુધી ન મટે તો તે ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આ બીમારીઓમાં વાયરલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શન, સીઝનલ એલર્જી, સાઇનસ, નાકમાં મસા, કફ વેરીયન્ટ અસ્થમા, એસિડ રિફ્લક્સનો સમાવેશ થાય છે. આ સિવાય અમુક સમયે લાંબો સમય ચાલતી ઉધરસ, શરદી, કફ કેટલીક દવાઓની આડઅસર, પ્રદૂષણ અને ધુમ્રપાનના કારણે પણ હોય શકે છે.

સૂકી ઉધરસ ન મટવાનું કારણ શું હોય ?

મહિનાઓ સુધી દર્દીને સૂકી ઉધરસ ન મટે તેનું કારણ પોસ્ટ વાયરલ ઈન્ફ્લામેશન હોય શકે છે. જેમાં શરદી, ફ્લૂ અથવા અન્ય શ્વસન ચેપ મટી ગયા પછી પણ લાંબા સમય સુધી શ્વાસનળી સંવેદનશીલ રહે છે. જેના કારણે દર્દીને મહિનાઓ સુધી સૂકી ઉધરસ ચાલુ રહે છે.

ઉધરસ ન મટે તેના બીજા કારણો

- બહારનું ફૂડ, તળેલી વાનગીઓ

- વાસી ખોરાક

- વધુ ખાંડવાળા ઠંડા પીણાં

- અનિયમિત ભોજન

- રાત્રે મોડું જમવાની ટેવ

વારંવાર એન્ટિબાયોટિક લેવાનું ટાળો 

જ્યારે પણ શરદી, ઉધરસ કે કફ થાય તો ડૉક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોરમાંથી કફ સિરપ, એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ લેવાનું ટાળવું જોઈએ. એન્ટીબાયોટિક અને કફ સિરપનો બિનજરૂરી ઉપયોગ શરીર માટે હાનિકારક બની શકે છે. વારંવાર એન્ટિબાયોટિક લેવામાં આવે તો શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શરદી-ઉધરસ માટે ઘરેલુ શું કાળજી લેવી 

  • હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવા.
  • શરીરને હાઇડ્રેટ રાખવું.
  • દિવસમાં 2-3 વખત વરાળ લેવી.
  • ધૂળ, ધુમાડો, પરફ્યુમ જેવી તીવ્ર સુગંધથી દૂર રહેવું.
  • જંક ફૂડ, વાસી ખોરાક અને વધુ ખાંડવાળા ઠંડા પીણાં ટાળવા.
  • ધુમ્રપાન અને તમાકુથી સંપૂર્ણ દૂર રહેવું.
  • ઉધરસ હોય ત્યારે માસ્ક પહેરવું.

આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો

  • ઉધરસ ખાતી વખતે ગળફામાં લોહી પડવું.
  • શ્વાસ લેવામાં તકલીફ થવી,
  • દમ ચડવો કે છાતીમાં સીટી જેવો અવાજ આવવો.
  • છાતીમાં સતત કે તીવ્ર દુખાવો થવો.
  • કોઈ પણ કારણ વિના ઝડપથી વજન ઘટવું અને સતત થાક લાગવો.
  • સાંજના સમયે ઝીણો તાવ આવવો અથવા રાત્રે પરસેવો વળવો.
Whatsapp Group
સબંધિત પોસ્ટ