Vishabd | ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગની વરસાદની આગાહી ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગની વરસાદની આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગની વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 06:35 PM , 11 October, 2023 ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગની વરસાદની આગાહી

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે વાતાવરણ પણ સૂકું બની ગયું છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

હવે ધીમે-ધીમે શિયાળાની શરુઆત થઇ જશે અને શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અથવા તો કરા પડતા હોય છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ હાલ તો દક્ષિણ પશ્ચિમના પવન આવી રહ્યા છે.

14 ઓક્ટોબરની આગાહી

હવામાન વિભાગનું અનુમાન છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેનાા લીધે 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે.

15 ઓક્ટોબરની આગાહી

15 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.

16 ઓક્ટોબરની આગાહી

16 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે.

15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ખેલૈયાના રંગમાં ભંગ પડશે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાશે. સાથે જ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

જોકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. સાથે જ 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેના કારણે પણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

સબંધિત પોસ્ટ