ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે બુધવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને મોટાભાગના શહેરોમાં ભારે થી અતિભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે ધબધબાતી બોલાવી છે. માત્ર 2 થી 3 કલાકના વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા.
ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન ખાતાએ રાહતના સમાચાર આપ્યા છે, તો બીજી બાજુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.
આ પણ વાચો : ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે?
સુરત, અમદાવાદ સહિતના અન્ય રાજ્યના અન્ય શહેરોમાં વરસાદ શરૂ થઇ ગયેલ છે. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
સુરત શહેરમાં ફરી ભારે વરસાદ બાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. કૈલાસનગરમાં વરસાદના પાણી ભરાયા હતા જેના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. આ વિસ્તાર ગોઠણ સુધી પાણીમાં ડૂબેલા છે અને આખો રોડ વરસાદના પાણીથી ભરાઈ ગયો છે. પાણીના કારણે ઘણા બધા વાહનો ફસાઈ ગયા હતા. કૈલાસનગર, લેબરગેટ, અઠવાગેટ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કાદરશાહના નાળ વિસ્તારમાં પણ ગોથાણમાં પૂર આવ્યું હતું. સુરત શહેરમાં મેઘરાજાની મેઘમહેરથી નવી સિવિલ હોસ્પીટલમાં માં પાણી ભરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં પણ પાણી ભરાઇ ગયું હતું. જુની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ ગયા હતા. ઓપીડી અને પેસેજમાં પાણી ભરાઈ જવાના કારણે દર્દીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 2 કલાકના વરસાદથી નવી સિવિલમાં પણ પાણી ભરાઇ જવાના પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાચો : ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે?
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી કરતાં પણ વધારે હતું. અમદાવાદ શહેરનું વાતાવરણ વહેલી સવારથી જ ગરમ અને ઠંડું રહ્યું હતું, જ્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળાજ પાસે બપોર બાદ ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સાયક્લોનિક સરક્યુલેશન ધીમુ પડી ગયેલ છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડિગ્રી ઉત્તરે શીયર ઝોન ઉત્તપન્ન થયું છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડી શકે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 42% કરતાં પણ વધુ વરસાદ નોંધવામાં આવેલ છે. જ્યારે હજુ પણ આ મેદાનમાં વરસાદની ટકાવારી વધી શકશે. બુધવારે સુરત, અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં છોટાઉદેપુર, મહિસાગર, ખેડા, નવસારી સહિતના શહેરોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.