Vishabd | ભરૂચ સહીત આ જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી ભરૂચ સહીત આ જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ભરૂચ સહીત આ જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી

ભરૂચ સહીત આ જિલ્લામાં પડશે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 09:13 AM , 14 August, 2024
Whatsapp Group

હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી છે. જોકે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા નદી અને તાપી નદીના જળ સ્તરમાં વધારો નોંધાયો છે.

સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમનાં દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના કારણે તેની આસપાસના ગામડાંઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે મંગળવારે આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આજે, બુધવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે.

જેમા તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે મંગળવારે આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આજે, બુધવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. જેમા તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતમાં સાયકલોનિક સર્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી છે આવતીકાલથી ફરી વરસાદનું જોર ઘટવાની આગાહી છે.

રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. 15 ઓગસ્ટથી વરસાદી ઝાપટાં વધી શકે છે. પરંતુ ભારતમાં અને વિદેશમાં એક પછી એક બનતી વરસાદી સિસ્ટમો બની રહી છે. જે ભારતના મોનસુન ઉપર પ્રભાવ પાડી શકે. જાપાન પર 3 થી 4 જેવા ચક્રવાતી બળો ઉત્પન્ન થવાની શક્યતા રહેશે. જે બંગાળના ઉપસાગર વહનને તે તરફ ખેંચી શકે છે.

મોનસુન સ્ટ્રફ 16 થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 20 થી 24 ઓગસ્ટના ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 25 થી 26 ઓગસ્ટના બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે.

જે સિસ્ટમ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ લાવી શકે.જો પાકિસ્તાન પર લો પ્રેશર રહે તો, પશ્ચિમ બંગાળ પર લો પ્રેશર રહે તો બંગાળના ઉપસાગર સક્રિય થઈને અરબ સાગરમાં થતા સર્ક્યુલેશન સારો વરસાદ લાવી શકે.

નોંધનીય છે કે, સુરતમા ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુર્ય પુત્રી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરતમાં તાપી નદીનું જળ સ્તર વધ્યું છે. હાલમાં તાપી નદીનું જળસ્તર 7.84 મીટરે પહોંચ્યુ છે. ત્યારે તાપી નદીમાંથી એક લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ પાણીનું સ્તર વધતા ગેટનું મેઈન્ટેન્સ કામ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 334.91 ફૂટ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ