આજે સવારથી અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં કોરું ધાકડ છે. ત્યારે ગુજરાતમાં હાલ જે વરસાદ છે તે સાર્વત્રિક નથી. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઇએ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 5મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે છ સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, સાતમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આઠમી સપ્ટેમ્બરના રોજ વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.