Vishabd | 04/09/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી 04/09/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

04/09/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 09:10 AM , 04 September, 2023 04/09/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પૂર્વી ભારતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 1થી 3 સપ્ટેમ્બરની વચ્ચે અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 5 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 2-3 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ થશે.

મધ્ય ભારતમાં આગાહી
મધ્ય ભારતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર વિદર્ભ અને છત્તીસગઢમાં 3થી 5 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ તેમજ વીજળીનાં કડાકા-ભડાકા જોવા મળશે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, દક્ષિણી આંતરિક કર્ણાટકમાં 1-2 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ રહેશે.

દિલ્હીની શું હશે સ્થિતિ?
IMD અનુસાર દિલ્હીમાં આવતા અઠવાડિયે વરસાદની સંભાવના નથી. 1 સપ્ટેમ્બરનાં દિલ્હીમાં વધુમાં વધુ 37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જે 2 સપ્ટેમ્બરનાં 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સબંધિત પોસ્ટ