માતાજી ના નવલા નોરતાનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આવામાં વરસાદની આગાહીના કારણે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે મન મૂકીને ગરબા રમી શકશે, કે વરસાદ લાવશે વિઘ્ન, એવી ચિંતા જોવા મળી રહી છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમો, નહિ આવે વરસાદનું વિઘ્ન, જાણો હવામાન વિભાગની આગાહી
નવલા નોરતાનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આવામાં વરસાદની આગાહીના કારણે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે. ત્યારે હાલ કોઈપણ જિલ્લામાં ભારેથી અતીભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી નથી. જેને લઈને નિશ્ચિંતપણે ગરબાની મજા માણી શકીએ છીએ. ત્યારે હવામાન ખાતા દ્વાર ગુજરાતમાં આગામી સાત દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે! અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કરેલી તેમની આગાહી મુજબ, અમુક જીલ્લામાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. જેમાં વરસાદની કોઈ ચેતવણી નથી. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકશે.
હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદમાં 34.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેશે. આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી નથી. આખા રાજ્યમાં 2-3 દિવસ સુધી તાપમાન યથાવત્ રહેશે. જે બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. આવનારા દિવસોમાં વરસાદની વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માટે હવે વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન ખાતાની આગાહી સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 5 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડશે. તેમજ વડોદરાના વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં હળવો વરસાદ થશે.