Vishabd | પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ શરૂ, જાણો કેવી રીતે અરજી કરશો ? પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ શરૂ, જાણો કેવી રીતે અરજી કરશો ? - Vishabd
Vishabd
યોજનાઓ

પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ શરૂ, જાણો કેવી રીતે અરજી કરશો ?

Team Vishabd by: Majaal | 11:58 AM , 23 May, 2023 પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ શરૂ, જાણો કેવી રીતે અરજી કરશો ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘર વગરના લોકો ન શહેરોમાં અને ગામડાઓમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લોકોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે.

પંડિત દિન દયાળ આવાસ યોજના સહાય નો લાભ લેવા માટે આવક મર્યાદા 6 લાખ થી વધુ હોવી જોઈએ નહિ.

અરજદારની જાતિ / પેટા જાતિ નો દાખલો (આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી)
અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ
અરજદારનો રહેઠાણાનો પુરાવો
આવકનો દાખલો
કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
જમીન માલિકીનો આધાર દસ્તાવેજ અકારણી પત્રક હકપત્રક સનાદ પત્રક જે લાગુ પડતું હોય તે
અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી / સીટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
બીપીએલ નો દાખલો
પતિના મરણ નો દાખલો જો સ્ત્રી વિધવા હોય તો
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી કમ મંત્રીશ્રી ની સહી વાડી)
પાસબુક કેન્સલ ચેક
અરજદારના ફોટા

આપેલી વેબસાઇટ પર જઈને ઑનલાઇન અરજી કરી શકો છો https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 માટે ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયા છે.આ યોજના નો લાભ મેળવવા માંગતા અરજદારો માટે 01 મે 2023 થી 31 મે 2023 સુધી અરજી કરવાની રહેશે તેના માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે.

સબંધિત પોસ્ટ