imd rain alert : હવામાન ખાતા દ્વારા બંગાળની ખાડીમાં બનેલી હલચલ અંગે માહિતી આપવામાં આવી છે. હવામાન ખાતાની મુખ્ય વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં શું થશે તેની માહિતી આપી છે. આગામી સમયમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તો તેના માટે દાના નામ નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હજી પણ આ તારીખમાં ધોધમાર વરસાદ!, અંબાલાલ પટેલની નવી આગાહી
ચોમાસું પૂર્ણ થયા બાદ હવામાન વાવાઝોડા બનાવવા માટે સાનુકૂળ થઈ જતું હોય છે અને તેની અસર હાલ જોવા મળી રહી છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉભું થવાનો ખતરો પણ જોવાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં જે હલચલ ઉભી થઈ છે તે અંગે હવામાન ખાતાએ કેટલીક અપડેટ્સ આપી છે. બંગાળની ખાડીમાં પૂર્વ મધ્યમાં તથા ઉત્તર આંદામાન દરિયામાં પણ તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી દિવસોમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકશે!, અને જો તે ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેને દાના નામ આપવામાં આવશે.
આ પણ વાંચો : શરદ પૂનમ પરથી આગોતરું એંધાણ, જાણો રમણીક ભાઈ વામજાની આગાહી
હવામાન ખાતા દ્વારા રવિવારે કેટલીક માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું, ઉત્તર આંદામાન સાગરમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન કેન્દ્રીયભૂત છે. જેના પ્રભાવમાં લૉ પ્રેશર બનવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. અને આજે સવારે હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર લો પ્રેશર બની ગયું છે.
હવામાન ખાતાના મુખ્ય વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ આ અંગે માહિતી આપી હતી કે, આ લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 22 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જ્યારે 23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. આ પછી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરશે. જ્યારે 24 તારીખે સવારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારાની નજીક છે ત્યાં કેન્દ્રીયભૂત થશે. જેના કારણે હવામાનમાં ફેરફાર થયો છે.
હવામાન ખાતાના મુખ્ય વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, સિસ્ટમ જેમ-જેમ મજબૂત બની રહી છે તેની સાથે હવાની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ સિસ્ટમ કેન્દ્રીયભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિભારે સાઈક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે.
હવામાન ખાતાના મુખ્ય વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, આ દરમિયાન દરિયો વધુ તોફાની બનશે. જેમાં આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે શિપિંગના કામ સાથે જોડાયેલી સંસ્થાઓને પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન તેમણે કેટલાક સુરક્ષિત પગલાં ભરવાની જાણ કરવામાં આવી છે. હવે જો સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તો તેને દાના નામ આપવામાં આવશે.